સુરત ડાયમંડ એસોસિયેશનની હોસ્પિટલ જન્મથી 28 દિવસ સુધી નવજાતની વિનામુલ્યે સારવાર શરૂ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 11:29:01
  • Views : 242
  • Modified Date : 2020-12-11 11:29:01

સુરત ડાયમંડ એસોસિયેશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતુશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલને વધુ એક સરકારી યોજના બાલસખા 3 ની મંજૂરી મળતાં મધ્યમવર્ગીય પરિવારના બાળકોને નિશુલ્ક સારવાર આપી શકાશે. સંસ્થાના ચેરમેન સી.પી. વાનાણીએ જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષથી કાર્યરત ડાયમંડ હોસ્પિટલ દ્વારા લગભગ દરેક દર્દીઓને ખૂબ જ રાહત દરે સારવાર આપવામાં આવે છે પરંતુ સરકારી યોજનાનો તેઓને નિશુલ્ક લાભ મળશે.

સુરત શહેર અને દક્ષિણ ગુજરાત ના ગામડાઓના દર્દી ઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં સારવાર લેવા માટે આવતા હોય છે. ૧૦મી ડિસેમ્બર થી સરકારની બાલ સખા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોને કોઈપણ પ્રકારની સારવાર વિનામૂલ્યે મળી શકશે. બાળકોના જન્મ થાય ત્યારે કોઇ પણ પ્રકારની બીમારી હોય સમય પહેલા જન્મે અથવા કમળો કે કોઈપણ બીમારીને લીધે તેઓને વેન્ટિલેટર અથવા કાચની પેટીમાં રાખવા પડતા હોય છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં તેનું ચાર્જ ઘણું મોટું હોય છે સામાન્ય રીત કોઈપણ ખાનગી હોસ્પિટલમાં 3500 રૂપિયાનું ચાર્જ હોય છે જે ચાર્જ નહીં અમે રાહત દરે 2200 રૂપિયામાં આપતા હતા.છતાં પણ મધ્યમ વર્ગીય પરિવારો માટે રકમ ઘણી મોટી હોવાથી તેઓને પોસાતું નહીં પરંતુ હવે સરકારની યોજનાનો લાભ બાળકોને મળશે અને કોઈપણ પ્રકારના ચાર્જ વગર સારવાર થઇ શકશે.

હાલમાં વેન્ટિલેટર પર રાખી શકાય તેવા 16 બેડ ઉપલબ્ધ છે અને દાતાઓના સહકારથી હજુ પણ 10 બેડ વધારવાની અમારી તૈયારી છે જેથી કરીને રત્નકલાકારો અને મધ્યમવર્ગીય પરિવારના વધારેમાં વધારે બાળ દર્દીઓ લાભ લઇ શકે. પ્રથમ દિવસે ચાર બાળકોને તેનો લાભ મળ્યો હતો જે બાળકો અન્ય હોસ્પિટલમાં જન્મ્યા હતા અને સારવાર લેવા માટે અહીં આવ્યા હતા. કોઈપણ જ્ઞાતિ સમાજ કે ધર્મ ના ભેદભાવ વગર સારવાર આપવામાં આવે છે. ડાયમંડ હોસ્પિટલ સિવાય પણ બીજી કોઈ પણ હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો હતો પણ તે નવજાત શિશુને અહીં વિનામૂલ્યે સારવાર આપી શકાશે. ઉલ્લેખનિય છે હોસ્પિટલના આ નિર્ણયથી હજારો ગરીબ પરિવારોને આર્થિક મદદ મળશે.

Download Our B K News Today App



Related News