ડીસા નગરપાલિકા ખાતે ગાંધીનગરથી વિકાસ કમિશ્નરે મુલાકાત કરી હતી જેમાં પાલિકાના અનેક વિકાસના મુદ્દાઓને લઇ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-18 12:26:14
  • Views : 265
  • Modified Date : 2021-10-18 12:26:14

ડીસા નગરપાલિકામાં છેલ્લા દસ વર્ષથી ભાજપનું શાસન છે અને ચાલુ વર્ષે પણ ભાજપે બહુમતી સાથે નગરપાલિકામાં શાસન સંભાળી છે જ્યાંથી ડીસા નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યું છે ત્યાંથી પાલિકા પ્રમુખ દ્વારા અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ હજુ પણ ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં અનેક વિકાસના કામો બાકી રહી ગયા છે જેના કારણે અનેકવાર નગર પાલિકાની સાધારણ સભામાં વિવાદ સર્જાઈ રહ્યા છે વિકાસના કામોને લઇ સ્થાનિક કોર્પોરેટરો દ્વારા અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં તેમના વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસના કામો ન કરતા કોર્પોરેટરોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ડીસા નગરપાલિકામાં ગાંધીનગરના વિકાસ કમિશનર ડી કે પારેખ મુલાકાત લેતા નગરપાલિકા ખાતે પાલિકાના સભ્યો અને નગરજનોએ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી.આ રજૂઆતને ધ્યાને લઇ રાજ્યના વિકાસ કમિશનર ડી કે પારેખ એ તમામ પ્રશ્ર્નો નું નિરાકરણ આવે તે દિશામાં તપાસ કરાવી કામ કરવાની બાંહેધરી આપી હતી..ખાસ કરીને કોર્પોરેટરો દ્વારા વિકાસ કમિશ્નર ને દર વખતે નગરપાલિકા ખાતે સાધારણ સભા યોજાય છે તે ગણતરીની મિનિટોમાં પૂર્ણ થઇ જતા તેના માટે પણ નગરપાલિકાના સદસ્યોએ રજૂઆત કરી હતી.બીજી તરફ વિશાખા તે પણ ગેરકાયદેસર શોપિંગ બનાવવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી તે પ્રશ્ન પણ આજે આવેલા ડીસા નગરપાલિકા ખાતે રાજ્યના વિકાસ કમિશનર ડી કે પારેખ ને રજુઆત કરાઈ હતી.

Download Our B K News Today App



Related News