દિયોદરના ધારાસભ્ય આગામી માર્ચ મહિનામાં વિધાનસભા સત્રમાં ઉચ્ચસ્તરીય ચોરીની તપાસ માટે રજુઆત કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-06 12:24:50
  • Views : 419
  • Modified Date : 2021-02-06 12:24:50

     બનાસકાંઠાના દિયોદર માં છેલ્લા એક મહિનાથી તસ્કરરાજ જેવી સ્થિતિ સર્જાઈ છે એક જ મહિનાની અંદર થી પણ વધુ જગ્યાએ ચોરી થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલ થઈ ગયા છે ત્યારે પોલીસની નિષ્ક્રિયતાના કારણે વારંવાર થતી ચોરીઓનો પગલે હવે ધારાસભ્ય પણ વિધાનસભા સત્રમાં આ મુદ્દો ઉઠાવવાની ઉચ્ચ સ્તરીય તપાસ માટે રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે...

- બનાસકાંઠા જિલ્લામાં ચોરીની ઘટનામાં વધારો.

       બનાસકાંઠા જિલ્લામાં દિન-પ્રતિદિન ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં ડીસા ધાનેરા અને દિયોદરમાં ચોર ટોળકી સક્રિય બની છે અને એક પછી એક મોટી મોટી ચોરીઓની ઘટનાને અંજામ આપી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી ચોર ટોળકી સરકારી કચેરીઓ તેમજ દુકાનો અને મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી ની ઘટના અંજામ આપી રહ્યા છે અને જાણે પોલીસથી કોઈ જ ડર રહ્યો ન હોય તેમ ચોરીની ઘટનાને એક બાદ એક અંજામ આપી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં સતત વધી રહેલી ચોરીની ઘટનાને લઈ હાલ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે..

- દિયોદરમાં છેલ્લા એક મહિનામાં 10 થી પણ  વધુ ચોરી.

       બનાસકાંઠા જિલ્લામાં વધતી જતી ચોરીની ઘટનાને લઇ હાલમાં સૌથી વધુ ચોરીની ઘટના દિયોદરમાં સામે આવી છે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એક જ મહિનામાં દોસ્તી પણ વધુ ચોરીની ઘટનાઓ સામે આવતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે દિયોદરમાં એક મહિનામાં મકાન મંદિર અને સરકારી દૂધ મંડળીઓમાં પણ ચોરીની સામે આવી રહી છે ચોરોને જાણે દિયોદરમાં ચોરી કરવાનું સહેલું લાગી રહ્યું હોય તેમ એક જ મહિનામાં દસ જેટલી મોટી મોટી ચોરી ની ઘટના ને અંજામ આપ્યો છે. દિયોદરમાં ચોર ટોળકી અને જાણે દિયોદર પોલીસની કોઈપણ પ્રકારનો ડર ના હોય તેમ મોટી મોટી ઘટનાને અંજામ આપી રહ્યા છે..

- દિયોદરના ધારાસભ્ય આગામી માર્ચ મહિનાની અંદર વિધાનસભા સત્રમાં ઉચ્ચસ્તરીય તપાસ માટે રજુઆત કરશે

      બનાસકાંઠાના દિયોદર શહેરમાં છેલ્લા એક મહિનાની અંદર 10 થી પણ વધુ જગ્યાએ ઘરફોડ અને દુકાનમાં ચોરીની ઘટનાઓ બની  છે , વારંવાર અને અવિરત પણે ચોરીઓનો સિલસિલો ચાલુ રહેતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે,  દિયોદરમાં હવે લોકો ઘર બંધ કરીને બહાર જતા પણ ડરી રહ્યા છે તેવામાં વેપારી સંગઠનો અને જાગૃત નાગરિકોએ આ મામલે પોલીસ ને રજૂઆત કરી હોવા છતાં પણ ચોરીનો સિલસિલો અટકતો નથી જેને પગલે હવે સ્થાનિક ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા પણ અકળાયા છે ધારાસભ્ય શીવાભાઈ ભુરીયા એ ચોરીઓ મામલે જિલ્લા પોલીસ વડા પણ ફોન કરીને આ મામલે ચર્ચા કરી છે તેમજ તાત્કાલિક પણે બેફામ બનીને બંધ મકાનો અને દુકાનો નિશાન બનાવતા તસ્કરો ને પકડી લઈ કડક કાર્યવાહી નહીં થાય તો આગામી માર્ચ મહિનાની અંદર વિધાનસભા સત્રમાં પણ તેઓ ઉચ્ચસ્તરીય તપાસ માટે ધારદાર રજુઆત કરશે તેમાં ચીમકી ઉચ્ચારી છે ....

- ચોર ટોળકીને ઝડપવા લોકોની માંગ.

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના દિયોદર માં છેલ્લા એક મહિનામાં સૌથી વધુ ચોરીની ઘટના સામે આવી રહી છે ચોરો એક બાદ એક મોટી મોટી ચોરીની ઘટનાને અજામ આપી રહ્યા છે. દિયોદરમાં સતત વધી રહેલી ચોરીની ઘટનાને લઇ હાલમાં સમગ્ર પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે તાત્કાલિક ધોરણે આ બાબતે દિયોદર પોલીસ રાત્રે દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારે અને સતત ચોરીની ઘટનાને અંજામ આપતી ચોર ટોળકીને ઝડપી પાડી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી ભાગ દિયોદરના સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે..

 

 

 

Download Our B K News Today App



Related News