CM જાહેરાત કરી ગયા છતાં આવી હાલત, લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહ્યા નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-08 13:24:26
  • Views : 244
  • Modified Date : 2021-04-08 13:24:26

    સુરત શહેરમાં કોરોના સંક્રમણના વધતા કેસ અને દર્દીઓ અને ક્રિટિકલ કન્ડિશન જોતા રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં નોંધનીય વધારો થઈ રહ્યો છે. દર્દીના સંબંધીઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ઇન્જેક્શન મળી રહ્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી રેમડેસિવરની વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું. જોકે, હાલતમાં કોઈ સુધારો નથી થયો, આજે પણ લોકો લાઈનમાં કલાકો ઉભા રહે છે છતાં ઈન્જેક્શન મળી રહ્યા નથી.

    રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત સહિત મહાનગરોમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો અપાયો જે અંતર્ગત સુરત શહેરમાં અમદાવાદ કરતા વધુ મોત હોવા છતા ઇન્જેક્શનનો જથ્થો ત્રણ ગણો ઓછો આપવામાં આવ્યો છે. એટલે કે અમદાવાદને 18 હજારથી વધુ ઇન્જેક્શન અપાયા છે. જ્યારે સુરતને માંડ 6706 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. પાલિકા કમિશનરે સરકાર સમક્ષ 10 હજાર ઇન્જેક્શનની માંગણી કરી હતી. આ ઉપરાંત વડોદરાને 4151 જ્યારે રાજકોટને 3878 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. સુરતમાં કલેક્ટર દ્વારા 25 જેટલી હોસ્પિટલોને આ ઇન્જેક્શનનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. ઇન્જેક્શનનું વિતરણ નવી સિવિલ હોસ્પિટલમાંથી જ કરવામાં આવ્યું હતું.

    સુરત સિવિલ કેમ્પસમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લાંબી કતારો જોતા શહેરની સ્થિતિ ખૂબ ભયાવહ થઈ રહી છે.તાજેતરમાં જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સુરતમાં સમીક્ષા બેઠક કરી હતી જેમાં તમામ દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઇન્જેક્શન મળી રહેશે એ પ્રકારની વાત કરી હતી પરંતુ તેના કરતાં સુરત શહેરમાં સ્થિતિ વિપરિત જોવા મળી રહી છે. રેવડી સિનિયર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે ડો મંગાવી રહ્યા છે દર્દીઓના સંબંધી ઇન્જેક્શન લેવા માટે સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા છે. પરંતુ સમયસર ઇન્જેક્શનો નથી મળી રહ્યા અને પૂરતા પ્રમાણમાં પણ જે માંગ છે. તેની સામે ઇન્જેક્શન ની સંખ્યા ખૂબ જ ઓછી જણાઇ રહી છે.

    કોરોના સંક્રમણ વચ્ચે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોરોના પોઝિટિવ દર્દીઓનીના સંબંધીઓના ધસારો ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે અંદાજે 3થી 4 કલાક સુધી કતારમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. શહેરમાં જેથી વધુને વધુ વણસી રહી છે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે પગલાં લેવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમણ વધતાની સાથે જ મોટાભાગના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાઓ પણ વધુને વધુ સામે આવી રહી છે. વેન્ટિલેટરની જરૂરિયાત મોટા પ્રમાણમાં ઊભી થઈ છે. પરંતુ હાલ સીમિત વેન્ટિલેટર આધારે જ કોવિડ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News