દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ; છેલ્લા 4 દિવસથી અહીં 3500થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-06 14:56:42
  • Views : 245
  • Modified Date : 2021-04-06 14:56:42

    વધતાં કોરોનાના કહેરને કાબૂમાં લેવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેજરીવાલ સરકારે દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન દિલ્હીમાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. આ સાથે જ લોકોની અવાર-જવર પર પણ પ્રતિબંધ રહેશે. દિલ્હી સરકારનો આ આદેશ તાત્કાલિક અસરથી લાગુ થશે. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ સાથે જોડાયેલ લોકોને રાહત આપવામાં આવી છે. દિલ્હીમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને પોઝિટિવિટી રેટ પણ 5.5% ઉપર પહોંચી ગયો છે, જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    દેશમાં કોરોનાનો વધતો ગ્રાફ દરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 96,563 નવા કેસ નોંધાયા, 50,095 સાજા થયા અને 445 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 7.84 લાખ થઈ ગઈ છે. તેમાં છેલ્લા 6 દિવસમાં 30,000થી વધુનો વધારો થઈ રહ્યો છે. એવામાં અંદાજો છે કે આજે આ 8 લાખને પાર થઈ શકે છે.

    દેશમાં અત્યાર સુધીમાં 1.27 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.17 કરોડ લોકો સાજા થયા છે. અને 1.65 લાખ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.વધતાં કોરોનાના કેસને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં 50 ઉચ્ચ કક્ષાની હેલ્થ ટીમ મોકલવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હાઇલેવલ મિટિંગમાં આ અંગે નિર્દેશ આપ્યા હતા.રાજ્યોમાં કોરોનાની સ્થિતિને ઘ્યાનમાં લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઈન બેઠક કરશે. આ દરમિયાન કોરોનાની સ્થિતિની સમિક્ષા પણ કરશે. રાજસ્થાનમાં વધતાં કોરોનાના કેસ મુદ્દે રાજ્ય સરકારે જોધપુરમાં 6 થી 19 એપ્રિલ સુધી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે.બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને એક્ટર વિક્કી કૌશન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બંનેએ સોશિયલ મીડિયા પર આ બાબતે જાણકારી આપી હતી.

Download Our B K News Today App



Related News