ડીસા શહેરમાં આવેલ આકાશ વિલા સોસાયટીમાં નજીવી બાબતે બોલાચાલી થતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:29:37
  • Views : 370
  • Modified Date : 2021-10-22 11:29:37

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નજીવી બાબતે મારામારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે આજે ડીસા શહેર ખાતે આવેલ આકાશવિલા સોસાયટી ખાતે રહેતા સ્નેહાબેન રાકેશકુમાર ત્રિવેદી,તેમજ તેમના સસરા રમેશચંદ્ર મનુભાઈ તથા તેમની સાસુ રેખાબેન આ ત્રણે જણાવો પોતાના ઘરે હાજર હતા તે વખતે જીગ્નેશભાઈ પીરાભાઈ દેસાઈ ,જતીનભાઈ પ્રકાશભાઈ ગોસ્વામી તેમજ આકાશભાઈ રમેશભાઈ વણકર સ્નેહાબેન ત્રીવેદીના ઘરે આવેલા અને સ્નેહાબેન અને તેના સસરાને કહેવા લાગેલ રાકેશ કુમાર ક્યાં છે તેમ કહેતા સ્નેહાબેન કહેલ કે મારો પતિ લાખણી મિટિંગમાં ગયેલ છે તેમ કહેતા આ ત્રણેય જણાવો સ્નેહાબેન તેમજ તેમના સસરાને કહેવા લાગે છે રાકેશ કુમારે અમોને અઠવાડિયા પહેલા ગોગા મહારાજના મંદિરે નહીં બેસવાનું તેમજ મંદિરે સિગારેટ કેમ પીવો છો તેમ કહીને અમને કેમ ઠપકો આપેલ હતો તેમ કહેલ જે બાદ સ્નેહાબેન કહેલ કે મારો પતિ બહાર ગયેલ છે તો તે આવે પછી તમે એમનાથી વાત કરી લેજો તેમ કહેતા આ ત્રણે જણ સ્નેહાબેન તેમજ તેમના સસરાને અપશબ્દો બોલવા લાગેલ અને સ્નેહાબેનના ઘર આગળ આવીને અવાર-નવાર આવી મશ્કરી કરતા હતા આથી તેઓને સ્નેહાબેને ઘર આગળ આવવાની ના પાડતા આ ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને સ્નેહાબેનના સસરા રમેશચંદ્ર મનુભાઇને જીગ્નેશભાઈએ લાફો માર્યો હતો અને ઝઘડો સાંભળીને સ્નેહાબેનના સાસુ રેખાબેન તથા સ્નેહાબેન જેઠ દીપકભાઈ ઘરમાંથી દોડી આવેલા અને ત્રણે જણા સ્નેહાબેન અને સસરાને જેમતેમ ગાળો બોલતા બોલતા  નાશી ગયેલા અને જતા જતા કહેતા ગયા કે આજે તો આ લોકો આવી જવાથી બચી ગયા છો.નહિતર તમોને જાનથી મારી નાંખત તેમજ સ્નેહાબેનને કહેલ કે તારા પતિને હવે પછી બીજીવાર ઠપકો આપે નહિ નહિતર તારા પતિને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.. ત્યારબાદ સ્નેહાબેન રાકેશકુમાર ત્રિવેદીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે (1) જીગ્નેશ ભાઈ પીરાભાઈ દેસાઈ (2) જતીનભાઈ પ્રકાશભાઈ ગૌસ્વામી (3) આકાશભાઈ રમેશભાઈ વણકર  આ ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ડીસા દક્ષિણ પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News