ડીસા કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેશમાં આરોપીને બે વર્ષની સજા તેમજ લોન પેટે લીધેલ ૧,૮૧ હજારની રકમ પરત કરવાની સજા ફટકારી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 11:07:58
  • Views : 2542
  • Modified Date : 2022-01-10 11:07:58

 

ડીસા કોર્ટે તાજેતર એક મહત્વનો ચુકાદો આપ્યો છે.જેમાં ચેક રિટર્ન કેશમાં આરોપી ને બે વર્ષની સજા અને લોન ની રકમ પરત કરવાનો હુકમ કર્યો છે .આ તમામ કેશ ની વિગત જોઈએ તો  ડીસા તાલુકાના મોટા કાપરા ખાતે રહેતા ભમરાજી ધનાજી મકવાણા એ ડીસા ની રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ માંથી પોતાની ગાડી માટે લોન લીધી હતી અને તે પેટે તારીખ ૨૪૨૨૦ ના રોજ ૧'૨૦,૦૦૦  હજાર નો ચેક  અને ૬૧,૦૦૦ નો ચેક  હજાર નો ચેક એમ કુલ  બે ચેક સ્ટેટ  બેન્ક ઓફ કાપરા ના આપ્યા હતા. જોકે ફાયનાન્સ કમ્પની એ આ બને ચેક બેન્ક માં ક્લિયરિંગ માટે મુકતા બેલેન્સ ના હોવા ના કારણે પરત ફર્યા હતા. જે બાબતે શ્રી રામ ફાયનાન્સ કમ્પની દ્વારા ૧૭૧૨૨૦ ના રોજ ડીસા કોર્ટ માં કેશ દાખલ કરેલ જે કેશ કોર્ટે માં ચાલી જતા  જેમાં ફરિયાદી પક્ષે વકીલ બી જે જોશી ની ધારદાર દલીલો  કોર્ટે ગ્રાહ્ય રાખી   મહે. એડી. ચીફ . જયું . મેજી.મયુરભાઈ બ્રહ્મભટ્ટે સાહેબે  ચુકાદો આપતા આરોપી ભમરાજી  ધનાજી મકવાણા ને   બે વર્ષ ની સાદી કેશ ની સજા તેમજ આરોપીએ ચેક ની રકમ ૧,૮૧,૦૦૦ વળતર તરીકે ફરિયાદી ને ચૂકવ્વાવો હુકમ કરેલ અને રકમ ચૂકવવા માં નિસફળ જાય તો વધુ એક માસ ની સાદી કેશ ની સજાનો હુકમ કર્યો હતો.

 

Download Our B K News Today App



Related News