ઘર આંગણે આરોગ્યની વિનામૂલ્યે અનુકૂળતા મુજબ સારવાર મળી રહે તે માટે લાલચાલી વિસ્તારમાં દીનદયાળ ઔષધાલય નો શુભારંભ કરાયો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-02 12:47:21
  • Views : 301
  • Modified Date : 2022-09-02 12:47:21


ડીસામાં લોકોને ઘર આંગણે આરોગ્યની વિનામૂલ્યે અનુકૂળતા મુજબ સારવાર મળી રહે તે માટે લાલચાલી વિસ્તારમાં દીનદયાળ ઔષધાલય નો શુભારંભ કરાયો હતો આ ક્લિનિક માં સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી લોકોને તમામ પ્રકારની આરોગ્યની સારવાર મળી રહેશે

 

લોકોને ઘર આંગણે જ અને પોતાના જ વિસ્તારમાં વિનામૂલ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા દિન દયાલ ઔષધાલય ક્લિનિક શરૂ કરાયા છે જે ક્લિનિકમાં સાંજે પાંચ થી આઠ વાગ્યા સુધી તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે. જે અંતર્ગત આજે ડીસાના લાલચાલી વિસ્તારમાં પણ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દીનદયાલ ઔષધાલય નો શુભારંભ કરાયો છે. મેડિકલ ઓફિસર ડો. કે પી દિલવાડિયા ના હસ્તે શરૂ કરાયેલા આ ક્લિનિકમાં આ વિસ્તારના તમામ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહેશે. લોકોએ હવે દૂર હોસ્પિટલમાં જવાને બદલે પોતાના જ વિસ્તારની અંદર ઘરની બાજુમાં અનુકૂળતા ના સમયે સારવાર લઈ શકશે. ડીસા શહેરમાં 11 વોર્ડમાંથી અત્યારે 10 વોર્ડમાં અત્યારે આ ક્લિનિક શરૂ થઈ ગયા છે. . . .

Download Our B K News Today App



Related News