ડીસા પારકર ભુવન ખાતે જલારામ યુવા સંગઠન દ્વારા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો સાથે બેઠક યોજી રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવાનો લેવાયો નિર્ણય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-25 11:31:37
  • Views : 229
  • Modified Date : 2022-03-25 11:31:37

ડીસા પારકર ભુવન ખાતે જલારામ યુવા સંગઠન દ્વારા સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો સાથે બેઠક યોજી રામનવમીની ધામધૂમથી ઉજવણી કરવાનો લેવાયો નિર્ણય.

 

ડીસા શહેરમાં પારકર ભુવન ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો ની બેઠક યોજાઈ હતી જેમાં આવનારી ચૈત્ર સુદ 9 ના દિવસે ભગવાન શ્રી રામનાં જન્મોત્સવ ધામધૂમથી ઉજવણી ભાગરૂપે વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી છેલ્લા બે વર્ષથી કોરોના વાયરસની મહામારી ના કારણે કોઈજ ઉત્સવ ઉજવાઈ શકાયો નથી ત્યારે આ વર્ષે જલારામ બાપાનાં આશીર્વાદથી કોરોના મહામારી દૂર થઈ છે ત્યારે આ વર્ષે જલારામ યુવા સંગઠન ડીસા દ્વારા ચૈત્ર સુદ 9 ના દિવસે ભગવાન શ્રી રામના જન્મદિવસની ધામધૂમથી ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો હતો જેના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં સમાજના અનેક દાતાઓ દ્વારા દાનની લ્હાણી વર્ષાવી હતી  સાથે-સાથે સમસ્ત લોહાણા સમાજમાં શિક્ષણક્ષેત્રે કેવી રીતે આગળ વધી શકે તેના માટે પણ ચર્ચા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું લોહાણા સમાજના દિકરા દિકરી શિક્ષણ ક્ષેત્રે આગળ વધી સરકારની નોકરીઓમાં સ્થાન પ્રાપ્ત થાય તે માટે સમાજના જાગૃત શિક્ષકો દ્વારા સમાજના આગેવાનોને હાકલ કરી હતી જ્યારે ડીસા શહેરમાં વસવાટ કરતાં તમામ રઘુવંશી લોહાણા સમાજ એક થાય અને એક સાથે જય રઘુવંશ જય જલારામ બાપાના આશીર્વાદથી  એકતાનાં દર્શન કરાવા આહવાન કરવામાં આવ્યું હતું જલારામ યુવા સંગઠન આયોજિત બેઠકમાં લોહાણા સમાજના મોટીસંખ્યામાં આગેવાનો સાથે ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું  સહુ સાથે ભોજન કરી બેઠકમાં જય જલારામ જય શ્રી રામના નાદ સાથે બેઠક પુર્ણ કરાઈ હતી

Download Our B K News Today App



Related News