જામનગરના નવ નિર્મિત ફ્લાય ઓવર બ્રિજમાં અંબર સિનેમા તરફનો સ્લોપ બનાવવાનો નિર્ણય મોકૂફ રખાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 18:45:42
  • Views : 45
  • Modified Date : 2025-03-18 18:45:42

જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ બનવાવાનું કામ હાલ ચાલુ છે. આ ફ્લાય ઓવરનું કામ રૂ.200 કરોડ જેવા તોતિંગ ખર્ચે થઇ રહ્યું છે, અને તે માટે કન્સલ્ટન્ટની ડિઝાઈન અને એસ્ટીમેટ મુજબ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં દર્શાવેલી મંજૂર થયેલી અને ટેન્ડરના કામમાં જેનો સમાવેશ છે, તે ડિઝાઈન પ્રમાણે અંબર ચોકડી થી જી.જી.હોસ્પિટલ, અંબર ટોકીઝ તરફ પણ સ્લોપ આપવાનું દર્શાવાયું હતું. પરંતુ મનપાના શાશકોએ હવે આ સ્લોપ નહી બનાવવા નિણય કર્યો છે. 

જોકે ભાજપ શાસિત મહાનગર પાલિકાએ કોઈ પણ સત્તાવાર રીતે કોઈ જાહેરાત કર્યા વગર જ જાણવા મળતી વિગતો પ્રમાણે અંબર ટોકીઝ તરફ હવે ફ્લાય ઓવરનો સ્લોપ નહીં બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય કોણે લીધો ? કોને આ પ્રકારનો ફેરફાર કરવાની સત્તા છે ? અને શા માટે ફ્લાય ઓવરનું કામ ચાલુ છે, ત્યારે ઓચિંતો આવો નિર્ણય લેવાયો ? તેવા અનેક સવાલો ઊઠી રહ્યા છે. 

રાજકોટ રોડ, ગુલાબ-નગર, હાલાર હાઉસ, સુભાષ બ્રીજ તરફના વિસ્તારોમાંથી અંબર ટોકીઝ, જી.જી.હોસ્પિટલ, પટેલ કોલોની જવા માટે આ સ્લોપ અનિવાર્ય હતો. કારણ કે અંબર ચોકડી પાસે જી.જી.હોસ્પિટલ તરફ જવાના વાહનોની ખૂબ જ અવરજવર રહેતી હોવાથી અને ક્રોસીંગમાં ટ્રાફિક જામ થઈ જતો હોવાથી ફ્લાય ઓવરમાં અંબર ટોકીઝ તરફના સ્લોપનો સમાવેશ કરાયો હતો. હવે તો આ સ્લોપ નહીં બને તો ઉપર જણાવેલા વિસ્તારોમાંથી વાહનોએ સર્વિસ રોડનો જ ઉપયોગ કરવો પડશે અને અંતે ઠેરના ઠેર જેવી ટ્રાફિક જામની સ્થિતિ અંબર ચોકડી પાસે યથાવત જ રહેશે. અથવા જો ભુલથી કોઈ વાહન ફલાય ઓવર પર ચડી ગયું તો તેણે છેક સાત રસ્તા સર્કલ સ્લોપનો ઉપયોગ કરી લાંબુ ચકકર કાંપીને માંડ માંડ અંબર અને જી.જી.હોસ્પિટલ તરફના વિસ્તારમાં જવું પડશે. અંબર ટોકીઝ તરફનો સ્લોપ અનિવાર્ય હોવા છતાં કદાચ આ રોડ પરના વેપારીઓ કે શો-રૂમવાળાની રજુઆત અને રાજકિય નેતાનું દબાણના કારણે ઓચિંતો સ્લોપ રદ કરી દેવાયો છે.

Download Our B K News Today App



Related News