અહેમદાબાદ : જુની થઈ ગયેલી 25 જેટલી 108 ઈમર્જન્સી એમ્બ્યુલન્સનો શબ વાહિની તરીકે ઉપયોગ કરવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-05 16:41:32
  • Views : 210
  • Modified Date : 2021-05-05 16:41:32

     ગુજરાત સરકાર દ્વારા દર્દીઓનો હોસ્પિટલમાં દાખલ થવા માટે 108 સિવાય કોઇપણ અન્ય પ્રકારના વાહન વ્યવહારનો ઉપયોગ કરવાના નિર્ણયથી 108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કોલ વોલ્યુમમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને પાછલા દિવસો દરમિયાન 64 હજારથી વધુ કોલ્સ મળતા હતા અને તે હવે ઘટીને 15 હજાર કોલ્સ થઇ ગયા છે. આ દરમિયાન દર્દીઓની સેવામાં દોડતી 108ની જુની થઈ ગયેલી 25 જેટલી એમ્બ્યુલન્સનો હવે શબવાહિની તરીકે ઉપયોગ કરવામાં આવશે.

     108 ઈમરજન્સી એમ્બ્યુલન્સને હવે કોવિડ અને નોન કોવિડ એમ બે વિભાગમાં વહેંચવામાં આવી છે. અમદાવાદમાં 130 એમ્બ્યુલન્સમાંથી 25 એમ્બ્યુલન્સને નોન કોવિડ ઈમરજન્સી માટે અલગ કરાઇ છે. ગુજરાતમાં 800 માંથી 533 એમ્બ્યુલન્સ ફક્ત કોવિડ દર્દીઓને સારવાર માટે આપશે. 108 દ્વારા અત્યારસુધી કુલ 1.89.585 જેટલા કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સની અનેક ગાડીઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. જેની ખાતરી કરવામાં આવે છે કે ગાડી દોડવા માટે કેટલી સક્રિય છે.
          
     108 ઈમર્જન્સી પાસે એક ફ્લીટ ટીમ છે. આ ટીમ દ્વારા સતત ગાડીનું નિરીક્ષણ કરવામાં આવે છે. ટીમ દ્વારા એવી પણ ખાતરી કરવામા આવે છે કે ગાડી દોડવા માટે કેટલા પ્રમાણમાં સક્રિય છે. તે ઉપરાંત તે કોઈપણ પ્રકારના ઓપરેશન્સ દરમિયાન 100 ટકા કાર્યક્ષમતા સાથે કામ કરે છે કે નહીં તેની પણ ઝીણવટ ભરી તપાસ કરવામાં આવે છે. સરકારે તાજેતરમાં જ 150 જેટલી નવી વાનની ખરીદી કરી છે અને વયમર્યાદા પૂર્ણ થયેલી ગાડીઓનો ઉપયોગ શબ માહિની માટે કરવામાં આવી રહ્યો છે. ​​​​


Download Our B K News Today App



Related News