ગતરોજ પાલનપુરના ગઠામણ પાટીયા ખાતે ક્રોસીંગની જગ્યા પર ડીવાઈડર મુકી રસ્તો બંધ કરી દેતા લોકોએ ચક્કાજામ કર્યુ હતુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-07 12:30:02
  • Views : 305
  • Modified Date : 2021-07-07 12:30:02

     પાલનપુર- અમદાવાદ હાઇવેને સિક્સ લેન બનાવવામાં આવી રહ્યો છે. જ્યાં પાલનપુર હાઇવે ઉપર ગઠામણના પાટીયાથી અંદર જવા માટે ડિવાઇડર વચ્ચેનો માર્ગ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં ગઠામણ રોડ ઉપરની 10 સોસાયટીઓ તેમજ આઠ મોટા ગામડાના લોકોમાં ભારે રોષ છવાયો હતો ત્યારે  ડિવાઇડર વચ્ચેની જગ્યાએ લોખંડની ઝાળીઓ ફિટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા આજુબાજુના વેપારીઓ અને સોસાયટીના રહીશો દ્રારા હાઈવે ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો..અને જો રસ્તો ખુલ્લો કરવામાં નહી આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી ત્યારે આજરોજ પાલનપુરના ગઠામણ પાટિયા નજીક મુકેલા ડિવાઈડર અજાણ્યા ઈસમ દ્રારા તોડી પડાયા હતા..પાલનપુર અમદાવાદ હાઈવે પર સિક્સ લાઈનનુ કામચાલી રહ્યુ છે જેમાં ગતરોજ ગઠામણ પાટીયા ખાતે ક્રોસીંગની જગ્યા પર ડીવાઈડક મુકી રસ્તો બંધ કરી દેતા લોકોએ ચક્કાજામ કર્યુ હતુ અને રસ્તો ખુલ્લો કરવાની માંગ કરી હતી ત્યારે ગતરાત્રીએ અજાણ્યા ઈસમો દ્વારા નેશનલ હાઇવેનું ડિવાઈડર તોડી પાડવામાં આવતા હાઈવે ઓથોરીટી દ્રારા પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News