આસેડા ગામની દિકરીનએ સાસરી પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 11:28:34
  • Views : 223
  • Modified Date : 2022-06-15 11:28:34

આસેડા ગામની દિકરીનએ સાસરી પક્ષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી....

 

મારઝૂડ કરી દહેજની માંગ કરતા નોંધાવી ફરિયાદ...

 

 

ડીસા તાલુકાના આસેડા ગામની  દિકરીને સાસરી પક્ષ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી ગદડાપાટુ મારમારી અવારનવાર દહેજ પેટે પૈસા માંગણી કરતાં સાસરી પક્ષ વિરુદ્ધ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે...

 

  ડીસા ના આસેડા ગામની દિકરી નીતાબેન રબારી ના લગ્ન આજથી તેર વર્ષ અગાઉ સિધ્ધપુર તાલુકાના પચકવાડા ખાતે રહેતા પ્રવિણભાઇ મગનભાઈ રબારી સાથે સમાજના રીતરિવાજ મુજબ લગ્ન થયાં હતાં. નીતાબેન ના પતિ નવસારી મુકામે ધંધો કરતાં હોઇ જેથી નવસારી ખાતે રહેતા હતા.લગ્ન પછી સારી રીતે રાખતા હતા.જે બાદ તેમને એક દીકરાનો જન્મ થયો નીતાબેન ના પતિ પ્રવીણભાઈ નીતાબેન પાસે દહેજ પેટે પૈસાની માંગ કરવા લાગેલ અને કહેવા લાગેલ કે તારા પિતા એ દહેજ માં કઈ આપ્યું નથી તારો બાપ ભીખારી છે.તું જા તારા બાપા ના ઘરે અને મારે વિદેશ જવું છે.તો પૈસા લઈ આવે જે બાદ નીતાબેન સમગ્ર ઘટના ની જાણ તેના પિતા તેમજ પિયર પક્ષ ને કરતા નીતાબેન નો ઘર સંસાર ન બગડે જેથી 3 લાખ વ્યાજે પૈસા  લાવી આપેલ જે બાદ નીતા બેન ના પતિએ પ્રવિભાઈ મોજશોખ માં વાપરી દીધેલ અને ફરી નીતા બેન ના પતિ પ્રવીણભાઈ મારઝૂડ કરવા લાગેલ અને પૈસા ની માંગ કરવા લાગેલ તેમજ રેખાબેન મગનભાઈ રબારી અને શાંતાબેન મગનભાઈ રબારી આ બને નીતાબેન ના નણંદ થાય છે તે બને નીતાબેનના સાસુ ના કાન ભરતી તેમજ નીતાબેનના પતિને ઉશ્કેરાઈ પૈસાની માંગ કરતા તેમજ હેરાન પરેશાન કરતા તેમજ નીતાબેન ના પતિ પ્રવીણભાઈ જોડે મારઝૂડ કરાવતા અને કહેતા કે તું તારા ઘરે જતી રે તેમ કહી મારજુ કરતા પરંતુ નીતાબેન તેનો ઘર સંસાર ન બગડે તેમ મૂંગા મોઢે સહન કરતા પરંતુ પેમના પતિ મારઝૂડ કરતા અને પહેરેલા કપડે ઘરેથી કાઢી મુકેલ જે બાદ આજ રોજ નીતાબેન વેલાભાઈ રબારી એ ડીસા તાલુકા પોલીસ મથકે તેમના પતિ પ્રવિભાઈ મગનભાઈ રબારી તેમજ રેખાબેન મગનભાઈ રબારી તેમજ શાંતાબેન મગનભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

Download Our B K News Today App



Related News