ડીસાના ન્યુ ટીસીડી એકેડેમી દ્વારા ક્રિકેટ ટુર્નામેંટનું આયોજના કરવામાં આવ્યું હતું જેમાં ડીસા અને રાજકોટ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ડીસાની ટિમનો વિજય થયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-15 11:51:26
  • Views : 432
  • Modified Date : 2021-11-15 11:51:26



 ડીસામાં કાર્યરત ન્યુ ટીસીડી એકેડેમી દ્વારા ઊગતા ક્રિકેટરોએને સારું એવું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.. ત્યારે વર્ષ ૨૦૨૦માં શરૂ થયેલી ગુજરાત ઓપન ક્રિકેટ ટુર્નામેંટમાં ગુજરાત ભરમાથી અલગ અલગ જિલ્લાની ૨૪ ટીમોએ ભાગ લીધો હતો.. ગત વર્ષે શરૂ થયેલી આ ટુર્નામેંટ કોરોનાકાળના કારણે તેની ફાઇનલ મેચ રમાઈ શકી નહોતી.. જેથી આ ટુર્નામેંટની ફાઇનલ મેચ આ વર્ષે યોજાઇ હતી.. ડીસા અને રાજકોટ વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં ડીસાની ટિમનો વિજય થયો હતો.. ટુર્નામેંટની ફાઇનલ મેચ સંપન્ન થયા બાદ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.. આ પ્રસંગે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અશોકભાઇ બ્રહભટ્ટ, પૂર્વ રણજી પ્લેયર નયનભાઇ પંચાલ, જગતભાઇ પટેલ, કિરીતસિંહ ચૌહાણ, ગુજરાત પ્રદેશ બક્ષિપંચ મોરચાના મંત્રી પી.એન.માળી સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.. આ ટુર્નામેંટને સફળ બનાવવા માટે ન્યુ ટીસીડી ક્રિકેટ એકેડેમીના વિપુલભાઈ આલ, રમેશભાઈ ઠાકોર અને શૈલેષભાઈ મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી.. આ ટુર્નામેંટમાં ભાગ લેનારા તમામ ક્રિકેટરોએ ખેલદિલી પૂર્વક ભાગ લીધો હતો.

Download Our B K News Today App



Related News