ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસે હાઈવે પર કોઈ અજાણ્યા વાહનની ટક્કરે ગાય ઘાયલ થતા સર્વર થી ડીસા ખાતે આવેલ રાજપુર પાંજરાપોળ ખાતે લાવવામાં આવી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 10:35:43
  • Views : 224
  • Modified Date : 2022-01-10 10:35:43

 

આજરોજ ડીસા તાલુકાના વીઠોદર ગામ પાસે કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી ગાય ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ડીસા ખાતે આવેલ રાજપુર પાંજરાપોળ માં લાવવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ડીસા તાલુકામાં પશુ ઉપર એક બાદ એક અનેક હુમલાઓ ના બનાવો સામે આવી રહ્યા છે કે આ લોકો તેમના હથિયારોથી પશુ પર હુમલો કરતા નજરે પડી રહ્યા છે તો ક્યાંક વાહનો વચ્ચે ટક્કર મારી ઇજાગ્રસ્ત કરતા બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે જેના કારણે હાલમાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે ત્યારે આજરોજ ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસેથી પસાર થતા રોડ પર ગાય પસાર થઇ રહી હતી તેવા સમયે કોઇ અજાણ્યા વાહને આ ગાયને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો વાહનની ટક્કરથી ગાય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી જે અંગેની જાણ આજુબાજુમાંથી પસાર થતા વાહનચાલકોને થતા તેઓએ તાત્કાલિક ડીસા રાજપુર ખાતે આવેલ પાંજરાપોળ માં જાણ કરી હતી જેથી મકશીભાઈ રબારી તાત્કાલિક વિઠોદર ગામ પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત ગાયને સારવાર અર્થે ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે લાવવામાં આવી હતી ત્યાં ગાયની સારવાર કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News