બેવફા : હરિયાણાથી લગ્ન કરીને અમદાવાદ આવ્યું કપલ,પત્નીને અજાણ્યા શહેરમાં રેલવે સ્ટેશનપર એકલી મૂકીને પતિ ફરાર થયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-09 12:25:59
  • Views : 384
  • Modified Date : 2021-07-09 12:25:59

     હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવેલાં પતિ-પત્ની બે દિવસ હોટલમાં રોકાયાં હતાં. બાદમાં પતિ પત્નીને લઈને અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળી રૂમનું સેટિંગ કરી આવું છું, એમ કહી ચાર કલાક સુધી પરત આવ્યો ન હતો. એકલી ગભરાયેલી મહિલાને એક ટ્રાફિક પોલીસકર્મી જોઈ જતાં તેણે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. હેલ્પલાઈનની ટીમે પતિનો નંબર લઇ ફોન કરતાં એ બંધ આવતો હતો, જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરી હતી.

     મહિલા હેલ્પલાઈન 181ની ટીમને ફોન આવ્યો હતો કે કાલુપુર રેલવે સ્ટેશન પર એક મહિલા એકલી બેઠી છે અને ગભરાયેલી છે, જેથી સિવિલ લોકેશનની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પર પહોંચી હતી, જ્યાં મહિલાની પૂછપરછ કરતાં તેઓ હરિયાણાથી લગ્ન કરી અમદાવાદ આવ્યા હતા. બે દિવસ હોટલમાં રોકાયાં હતાં. બાદમાં ત્રીજા દિવસે પતિ તેને લઈને રેલવે સ્ટેશન પર આવ્યો હતો. સીડીઓ પર પત્નીને બેસાડી પતિએ હું મિત્રને મળી રૂમનું સેટિંગ કરી આવું છું, એમ કહી બાર વાગ્યાની જગ્યાએ ચાર વાગ્યા સુધી પરત ન ફરતાં ચિંતા થવા લાગી હતી. પતિ મોબાઈલ અને સામાન બંને સાથે લઈ ગયો હતો.
     
    જેથી મહિલા એકદમ ગભરાયેલી હતી. એવામાં સ્ટેશનમાં એક ટ્રાફિક પોલીસકર્મી મહિલાને આ રીતે જોઈ જતાં તેણે મહિલા હેલ્પલાઈનની મદદ લીધી હતી. મહિલા રડવા લાગી હતી, જેથી હેલ્પલાઈનની ટીમે તેને સાંત્વનાં આપી અને તેના પતિનો નંબર લઇ ફોન કર્યો હતો, જોકે એ બંધ હતો. મહિલા પાસેથી તેના પતિનો પાસપોર્ટ સાઇઝનો ફોટો પણ મળી આવ્યો હતો, જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં લઈ જઈ નંબર અને ફોટો આપી પતિની શોધખોળ કરવા કાર્યવાહી કરવા જાણ કરી હતી. મહિલા હેલ્પલાઈનની ટીમે આ રીતે અમદાવાદમાં એકલી અને ગભરાયેલી મહિલાની મદદ કરી હતી.

Download Our B K News Today App



Related News