કોરોના ડેડબોડી પરિવાર પણ મૂકીને જતો રહે તો રાજકોટમાં આ દંપતિ કરે છે ઘરના સભ્યની જેમ અંતિમસંસ્કાર, સંતાનોની સેફ્ટી માટે રાત પણ સ્મશાનમાં વિતાવે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 12:24:46
  • Views : 346
  • Modified Date : 2020-12-24 12:24:46

    કોરોના મહામારીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. કોરોનાના પોઝિટિવ કેસનું નામ પડે તો પણ લોકો ઘરમાં પુરાઈ રહે છે. ત્યારે રાજકોટના રામનાથપરા સ્મશાનમાં કોરોના મૃતકોના અંતિમસંસ્કાર એક દંપતિ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આ દંપતિ છેલ્લા 13 વર્ષથી સ્મશાનમાં કચરા-પોતાનું કામ કરે છે. સાથોસાથ ડેડબોડીના અંતિમસંસ્કાર પણ કરે છે. કોરોના ડેડબોડીને પરિવાર પણ મૂકીને જતો રહે તો આ દંપતિ ઘરના સભ્યની જેમ અંતિમસંસ્કાર કરી નાખે છે. સંતાનોની સેફ્ટી માટે દંપતિ સ્મશાનમાં જ રાત વિતાવે છે.


    મંગુબેન રાઠોડ અને તેમના પતિ દિનેશભાઈ રાઠોડ છેલ્લા 13 વર્ષથી રામનાથપરા સ્મશાનમાં અંતિમ વિધીની સેવાનું કાર્ય કરી રહ્યા છે. દિનેશભાઈએ જણાવ્યું હતું કે, 24 કલાક અહીં નોકરી કરીએ છીએ. શરૂઆતમાં ડર લાગતો હતો પરંતુ હવે ડર લાગતો નથી. પરિવાર ના પાડે છે છતાં અમે અડગ છીએ અને અમે આ કાર્ય કરીએ છીએ. આ જ કરવું છે બીજું કંઈ કરવું નથી. મંગુબેને જણાવ્યું હતું કે, હું પણ મારા પતિ સાથે 13 વર્ષથી રામનાથપરા સ્મશાનમાં જ કામ કરી રહી છું. ડેડબોડીની અંતિમવિધીની સાથોસાથ હું કચરા-પોતાનું કામ કરૂ છું. તેમજ ચા-પાણીની વ્યવસ્થા કરાવી દઉં છું. કોરોના ડેડે બોડી આવે એટલે પરિવાર અમને સોંપી દે છે. પછી હું પરિવારને કહું છું કે તમે પ્રાર્થનાસભાના હોલમાં જતા રહો અમે અંતિમ વિધી કરી નાખીશું.

    કોરોનાકાળમાં વૃદ્ધ લોકોને બહાર ન નીકળવાની સરકાર અપીલ કરી રહી છે. પરંતુ રામનાથપરા સ્મશાનમાં 60થી વધુ ઉંમર ધરાવતા ધીરૂભાઈ રાઠોડ નામના વ્યક્તિ કોરોના ડેડબોડીની અંતિમવિધીનું કાર્ય કરે છે. ધીરૂભાઈએ જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆતમાં થોડો ડર હતો. પરંતુ અમે પ્રેક્ટિકલ થતા ગયા અને ડર ઓછો થતો ગયો. મૃતકના પરિવાર અને અમે પણ ડરીએ તો કાર્ય કેવી રીતે થાય અને ડેડબોડી પડી રહે. પરિવારના સભ્યો ના પાડે છતાં કાર્ય કરીએ છીએ. પરંતુ પરિવારના સભ્યોની સેફ્ટી માટે ઘરે જઈએ તે પહેલા સ્નાન કરી સેનિટાઈઝ કરી અને પછી જ અમે ઘરે જઈએ છીએ.


    સરકાર રોજ કોરોના મૃતકના આંકડાબહાર પાડે છે. જેમાં 24 કલાકમાં સરેરાશ 4થી 6ના મોત હોય છે. પરંતુ સરકાર અને સ્મશાનના આંકડામાં વિસંગતતા એ હોય છે કે, રાજકોટના માત્ર એક જ સ્મશાનમાં કોરોનાની રોજની 5થી 6 બોડી આવે છે. શહેરમાં આવેલા અન્ય સ્મશાનમાં કોરોનાગ્રસ્ત ડેડબોડી જતી હોય તે અલગ જ. ત્યારે સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલા આંકડા કેટલા સાચા તે પણ એક મોટો સવાલ છે.


Download Our B K News Today App



Related News