નર્મદા નદી પર દેશના પ્રથમ 8 લેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજની કામગીરી 90 ટકા પૂર્ણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 10:28:40
  • Views : 269
  • Modified Date : 2021-03-08 10:28:40

    ભરૂચ નજીક નર્મદા નદી ઉપર સૌથી લાંબા 1344 મીટરનો એક્સ્ટ્રા ડોઝ બ્રિજના નિર્માણના આજે 4 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે નર્મદા નદી પર દેશનો પ્રથમ 8 લેન કેબલ સ્ટેન્ડ બ્રિજ આગામી જૂન મહિનામાં તૈયાર થઈ જશે. વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે હેઠળ રૂપિયા 250 કરોડનાં ખર્ચે અશોક બિલ્ડકોન દ્વારા આ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જૂન-2021 સુધીમાં બ્રિજ તૈયાર થઇ જશે.

    ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 ઉપર નર્મદા નદી પર નિર્માણ પામેલા દેશના સૌથી લાંબા એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજના 7 માર્ચ 2021 ના રોજ 4 વર્ષ પૂર્ણ થયાં છે. હવે નર્મદા નદી પર જ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે માટે નિર્માણ થઈ રહેલો 8 લેન એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજ ઇતિહાસ સર્જવા જઇએ રહ્યો છે. વડોદરા-કીમ એક્સપ્રેસ વેના 117 કિલોમિટરના સેક્સનમાં નર્મદા નદી પર નિર્માણ થઈ રહેલા દેશના પ્રથમ બ્રિજનું કામ 27 મહિનામાં રેકોર્ડબ્રેક સમયમાં પૂર્ણ થશે. બ્રિજની કુલ લંબાઈ 2.22 KM છે. સેટલમેન્ટ બોક્સ ગર્ડર ટેકનોલોજી આધારિત બંને તરફ 4-4 લેનના બ્રિજની 1 લેનાં પહોળાઇ 21.25 મીટર છે. આ પુલ હાઇટેક કેબલ બ્રીજ, જે વાયડક શેપમાં 16 ટાવર (પાઇલોન) પર ઉભો કરાઇ રહ્યો છે. આ પુલ ભરૂચનું નહીં પરંતુ સમગ્ર દેશને ફાસ્ટ ટ્રેક પર લાવી દેશે.

    કુકરવાડા પાસે નર્મદા નદી પર બની રહેલો બ્રિીજ હાઇટેક અને આકર્ષક બનશે. આ બ્રિજની સુંદરતામાં ઓર વધારો થાય તે માટે સૂચન કરાતા ઇન્ટરનેશનલ સ્ટાર્ન્ડડ મુજબ લાઈટીંગ વ્યવસ્થા કરવામાં આવનાર છે. જે લાગ્યા બાદ બ્રીજની રોનક વધશે.

=2.22 KM એક્સ્ટ્રા ડોઝ બ્રીજની કુલ લંબાઇ

=21.25 મીટર પહોળાઇ (એક તરફ 4 લેનમાં)
=1020 એક્સ્ટ્રા ડોઝ કેબલ ભાગની લંબાઈ...
=400 અને 600 મીટરના બન્ને તરફ વાયડક...
=48 મીટર બ્રીજના સ્પાનની લંબાઈ...
=16 વાય શેપના પાઇલોન (ટાવર)...
=13 મી ચેકથી ટાવરોની ઉંચાઇ.33 મી જમીનથી...
=216 પીળા કેબલ 8 સ્પાનને સંભાળશે...
=25 થી 40 મીટર 1 કેબલની લંબાઇ...
=1 પીળા કેબલમાં 31થી 55 કેબલ (15.2 એમએમનાં)..
=1100 ટન 1 કેબલની ભાર વહન કરવાની ક્ષમતા...
=100 વર્ષ એક્સ્ટ્રા ડોઝ બ્રિજની ડિઝાઇનરનું આયુષ્ય.
=250 કરોડ રૂપિયા એક્સ્ટ્રા ડોઝ બ્રિજનો કુલ ખર્ચ...
=2018 ડિસેમ્બરમાં બ્રીજની કામગીરીની શરૂઆત થઇ
=2021 જૂને દેશનો સૌ પ્રથમ 8 લેન બ્રિજ પૂર્ણ થશે...
=90 ટકા કામગીરી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ..

    ભરૂચ ને.હા. નંબર 48 ઉપર કેબલ બ્રિજ હાલ 4 લેન છે, હવે એક્સપ્રેસ વજે પર 8 લેન કેબલ બ્રિજ બનતા ઉત્તર ભારત, દિલ્હી, અમદાવાદ તરફથી આવતા વાહનો એક્સપ્રેસ વજે પરથી સીધા સુરત-મુંબઈ તરફ નીકળી જશે. જેના કારણે NH 48 પર ટ્રાફિક ભારણ 60 % જેટલું હળવું થઈ જશે.



Download Our B K News Today App



Related News