અમદાવાદમાં શરૂ થશે દેશની સૌથી મોટી ક્વિઝ: 25 કરોડના ઈનામો, 25 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 11:07:16
  • Views : 212
  • Modified Date : 2022-07-07 11:07:16

અમદાવાદમાં શરૂ થશે દેશની સૌથી મોટી ક્વિઝ: 25 કરોડના ઈનામો, 25 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ

ગુજરાતના વિદ્યાર્થીઓ કરોડો રુપિયા જીતવા તૈયાર થઇ જાઓ. કારણ કે રાજ્ય સરકાર દ્વારા એક મેગા ક્વિઝ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું છે.  ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા જીતવાની રાજ્ય સરકારે સુવર્ણ તક આપી છે. અમદાવાદ ખાતે ગુજરાત  જ્ઞાન ગુરૂ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સાયન્સ સીટી અમદાવાદ ખાતે દેશની સૌથી મોટી ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝનો પ્રારંભ કરવામાં આવશે. 

આ અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું  હતું કે આ ક્વિઝ કોમ્પિટિશનમાં રાજ્યના ધોરણ 9 થી 12, કોલેજ અને યુનિવર્સિટી સ્તરે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.  જેમાં વિજેતા થનારા ઉમેદવારને તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષા એમ ત્રણ સ્તરે આકર્ષક ઇનામ આપવામાં આવશે. આ સાથે ગુજરાત સરકા દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ ક્વિઝ રોજે યોજાશે અને 15 અઠવાડિયા સુધી ચાલશે. જરૂરી નથી કે ભાગ લેનાર વ્યક્તિ વિદ્યાર્થી જ હોય કોઇ પણ વ્યક્તિ આ ક્વિઝ કોમ્પિટીશનમાં ભાગ લઇ શકે છે.  

 વિજેતા ઉમેદવારને શું મળશે ?

ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા ઉમેદવારોને ક્વિઝમાં પ્રતિ અઠવાડીયે 252 તાલુકા-નગરપાલિકા તથા 170 વોર્ડનાં વિજેતા ઉમેદવારોને રૂ.1.60 કરોડના ઈનામો મળી કુલ 15 અઠવાડીયાના આશરે રૂ. 25 કરોડના ઈનામો તથા સ્ટડી ટૂર પ્રાપ્ત થશે. જે સ્પર્ધકો ક્વિઝ કોમ્પિટિશનમાં વિજેતા જાહેર થશે, તેને ત્રણ દિવસનો પ્રવાસ કરાવવામાં આવશે. જેમાં વિજેતાને ભારતના પ્રવાસન સ્થળો, યાત્રાધામ અને ઉદ્યોગ ગૃહોની મુલાકાત કરાવવામાં આવશે. કોમ્પિટિશનમાં 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. પહેલા તબક્કામાં તાલુકા-નગરપાલિકા/વોર્ડ કક્ષાએ ઓનલાઇન ક્વિઝ યોજાશે તથા બીજા તબક્કામાં જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાએ તેમજ ત્રીજા અને અંતિમ તબક્કામાં ઓફલાઈન ક્વિઝ રાજ્ય કક્ષાએ યોજાશે. 

ક્વિઝમાં હશે કેવા પ્રશ્નો ?

ક્વિઝમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાના ઉદ્દેશ્યો તથા લાભાર્થીઓ, સરકારની સિદ્ધિઓ સહિતના પ્રશ્નોનને ક્વિઝમાં સામેલ કરવામાં આવ્યા છે. આ માટે પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ ક્વિઝ અઠવાડીયામા દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. 

 

 

Download Our B K News Today App



Related News