આજરોજ ડીસા તાલુકાની છ ગ્રામ પંચાયતોની મતગણતરી એ સી ડબલ્યુ સ્કૂલ શરૂ થઇ હતી જ્યાં સમર્થકોના કારણે ત્રણ કિલોમીટર સુધી ચારેબાજુના રસ્તાઓ ચક્કાજામ થઇ ગયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-22 11:51:28
  • Views : 383
  • Modified Date : 2021-12-22 11:51:28

આજરોજ ડીસા તાલુકાની ખાતે સવારથી જ ફૂલગુલાબી ઠંડી વચ્ચે એસી ગ્રામ પંચાયત ચૂંટણી નું મતગણતરી શરૂ થઈ હતી મત ગણતરી ની શરૂઆત થતાની સાથે જ ડીસા તાલુકામાંથી મોટી સંખ્યામાં સરપંચો તેમના સમર્થકો સાથે મતગણતરી સ્થળ પર પહોંચ્યા હતા જે બાદ ધીમે ધીમે ડીસા તાલુકાની છ ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થયા બાદ જેમ ડીસા તાલુકાના અનેક કામો ના સરપંચો વિજેતા બનતા હતા તેમ તેમ મોટી સંખ્યામાં તેમના સમર્થકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આજે ડીસાની એ સી ડબલ્યુ સ્કૂલ ચોકડી થી ત્રણ કિલોમીટર સુધી સમર્થકોના કારણે ચારેબાજુ રસ્તાઓ ચક્કાજામ થઇ ગયા હતા એક બાજુ કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે એક જગ્યાએ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતાં ફરી એકવાર કોરોનાવાયરસ ના કેસો સામે આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. આ તરફ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો વિજેતા ઉમેદવારોને લઇ ચારે બાજુ સમર્થકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Download Our B K News Today App



Related News