ડીસાની મુખ્ય બજારોમાં ફટાકડાની દુકાનોને લાયસન્સ નહી આપવા પાલિકા દ્વારા નાયબ કલેકટરને રજૂઆત કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 12:13:09
  • Views : 270
  • Modified Date : 2021-10-20 12:13:09

દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વેપારીઓ ધંધા રોજગાર માટે મોટા પ્રમાણમાં ડીસાની બજારોમાં ફટાકડા બેસવા માટે ગોડાઉનમાં ભેગા કરી રહ્યા છે . ત્યારે ડીસામાં હજુ સુધી તંત્ર દ્વારા એક પણ ફટાકડાની દુકાનદારોને વેચાણ ની મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં પણ વેપારીઓએ કેટલાક  અધિકારી અને કર્મચારીઓ સાથે સેટિંગ કરી મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારોમાં ગોડાઉન માં લાખો રૂપિયાનો ફાટકડાનો જથ્થો એકત્ર કરી નાખ્યો છે અને જો આગ નો બનાવ બને તો મોટી જાનહાની સર્જાય તેમ છે જેથી મામલે ચીફ ઓફિસરે મુખ્ય બજારો માં જ્યાં ફાયર ફાઈટર ના જઇ શકે તેવી દુકાનો ને લાઇસન્સ નહિ આપવા નાયબ કલેક્ટરને રજૂઆત કરશે.ડીસા ની મુખ્ય બજારોમાં આવેલી ફટાકડાની દુકાન ના વેપારીઓ જાણે કે તંત્ર ને પોતાના ખિસ્સા માં રાખતા હોય તેવી ડંફાંસો મારી રહ્યા છે અને કોઈ પણ જાતના લાઇસન્સ વગર લાખો રૂપિયા નો ફાટકડાનો જથ્થો દુકાનો માં ભરી ખુલ્લેઆમ તેનું વેચાણ કરી રહ્યા છે તેમજ શહેરના રહેણાંક વિસ્તારોમાં પણ ગોડાઉન માં પણ મોટી માત્રામાં જથ્થો સંગ્રહ કર્યો છે જો આગ લાગે તો મોટી જાનહાની સર્જાય તેમ છે અને તેની પાછળ જવાબદાર કોણ અધિકારી કે વેપારીઓ તે સવાલ ઉઠી રહ્યો છે જેથી મામલે બનાસકાંઠા  જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ લોકો માં ઉઠી રહી છે

Download Our B K News Today App



Related News