ડમ્પિંગ સાઈટ ઉપર લેન્ડસ્કેપ પાર્કની તૈયારી કરતું કોર્પોરેશન, ટેન્ડર મંજૂરી માટે મૂકવામાં આવશે,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:46:14
  • Views : 245
  • Modified Date : 2021-03-12 10:46:14

    ગાંધીનગર કોર્પોરેશન દ્વારા હાલ સેક્ટર-30 ખાતે આવેલી હંગામી ડમ્પિંગ સાઈટ પર લેન્ડસ્કેપ પાર્ક બનાવવાની કવાયત શરૂ કરી છે. મળેલી માહિતી મુજબ સોમવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં તંત્ર દ્વારા ડમ્પિંગ સાઈટ બંધ કરીને લેન્ડસ્કેપ પાર્ક બનાવવા માટે ટેન્ડર મંજૂરી માટે મુકાશે. જેમાં અંદાજે 25 કરોડથી વધુના દેવર્ષ કન્સ્ટ્રક્શન કંપનીને કામગીરી સોંપાય તેમ છે. ત્યારે હાલ આ સમગ્ર મુદ્દો કોર્પોરેશનમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે જો ટેન્ડર મંજૂર થાય તો કામગીરી શરૂ કરવા માટે પહેલાં તો ડમ્પિંગ સાઈટ બંધ કરવી પડે તેમ છે.

    જો સાઈટ બંધ કરાય તો ગાંધીનગરમાં ડોર ટુ ડોર એકઠો કરાતો કચરો ક્યાં નખાશે તે એક સવાલ છે. ગાંધીનગરમાં જુના વિસ્તારમાં જ રોજનો 80 ટન કચરો અને નવા વિસ્તારમાંથી અંદાજે 50થી 60 ટન કચરો એકત્ર થાય છે. ત્યારે અહીં લેન્ડસ્કેપ પાર્કની તજવીજ હાથ ધરાતા આ કચરો ક્યાંક પેથાપુરમાં નક્કી થયેલી જગ્યામાં તો નહીં ઠલવાય તેવી ચર્ચા કોર્પોરેશનમાં ચાલી રહી છે. તંત્ર અને ભાજપના નેતાઓ દ્વારા પેથાપુરની જનતાને ડમ્પિંગ સાઈટ નહીં આવે તેવું વચન અપાયું છે.

    ત્યારે આગામી ચૂંટણીને જોતા અપાયેલું વચન ક્યાંક લોલીપોપ ન નીકળે તેવા સવાલો લોકોના મનમાં છે. કારણ કે 2017 વિધાનસભા ચૂંટણીમાં પણ એક મંત્રીએ પેથાપુરની જનતાને જાહેર સભામાં ફાળવેલી જમીનનો હુકમો રદ કરવાના ડમ્પિંગ સાઈટ પેથાપુરમાં નહીં આવે તેવું સ્પષ્ટ વચન આપ્યું હતું. છતાં તાજેતરમાં પેથાપુરમાં જમીન ફાળવી થતાં જનતાને મનમાં ભાજપને નેતાઓએ આપેલા વચન સામે શંકા છે.કોર્પોરેશનમાં ચાલતી ચર્ચા મુજબ જે એજન્સીને કામગીરી સોંપાય તેમ છે તે અધિકારીઓ-નેતાઓના માનિતી છે. અગાઉ ગાર્ડન, દિવાલ, બ્લોક્સની કામગીરીમાં કોઈપણ રીતે આવી ગયેલી એજન્સી આ વખતે પણ એલ-1 આવી ગઈ છે. ભાજપના જ કેટલા નેતાઓમાં ચાલતી ચર્ચા મુજબ એક્સેસમાં માસ્ટર ગણાતી એન્જસીને સત્તાધીશો ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ કામગીરી સોંપી દેવા માંગે છે. જેને પગલે ચૂંટણીનું પરિણામ જે તરફી આવે તે પહેલાં એન્જસીને ફાયદો થઈ જાય.


Download Our B K News Today App



Related News