લેસેંટ જર્નલે કહ્યું- કોરોના વાયરસ હવા દ્વારા ઝડપી ફેલાય છે, 3 દેશોના નિષ્ણાંતોને આ અંગેના પુરતાં પુરાવા મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-16 17:28:32
  • Views : 187
  • Modified Date : 2021-04-16 17:28:32

    આરોગ્ય પર રિસર્ચ કરનાર દુનિયાના સૌથી મોટા મેડિકલ જર્નલ લેસેંટે જણાવ્યુ છે કે કોરોના વાયરસ હવાથી ફેલાય છે. પોતાના સર્વેમાં પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે કે હવા દ્વારા વાયરસના ફેલાવાના પુરતાં પુરાવા છે. બ્રિટન, અમેરિકા અને કેનેડાના 6 નિષ્ણાંતોએ જણાવ્યુ હતું કે વાયરસ ફેલાવાના કારણે સંક્રમણને અટકાવવા માટે કરવામાં આવતા પ્રયાસો કામ કરી રહ્યા નથી અને આ લોકોમાં ફેલાઈ રહ્યું છે.

    નિષ્ણાંતો કહે છે કે આ પુરાવા મળ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય હેલ્થ એજન્સીઓ વાયરસ ફેલાવવા માટે જણાવવામાં આવેલા કારણોમાં બદલાવ કરે જેથી સંક્રમણણે વધતું અટકાવી શકાય.4 પોઇન્ટ્સના આધારે એક્સપર્ટે દાવો કર્યો

1. સુપર સ્પ્રેડર ઇવેન્ટમાં મળેલા કેસ

નિષ્ણાંતોએ રિસર્ચની સમીક્ષા કર્યા પછી હવાથી ફેલાવાના દાવાને મજબૂત કરવા માટે કેટલાક પુરાવા આપ્યા છે. તેમાં ટોપ પર સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સનો ઉલ્લેખ છે. આમાં કાગિટ ચોયર ઇવેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં એક જ સંક્રમિતથી 53 લોકોમાં વાયરસ ફેલાવવાનો કેસ સામે આવ્યો હતો. સંશોધનથી બહાર આવ્યું છે કે આ ઇવેન્ટમાં નજીકનો સંપર્ક અથવા સપાટીથી સંક્રમણ ફેલાવાની વાત સાબિત થઈ નથી.

2. ઇન્ડોરમાં ટ્રાન્સમિશન વધુ

રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ખુલ્લી જગ્યાઓની તુલનામાં બંધ સ્થળોએ સંક્રમણ વધુ ઝડપથી ફેલાય છે. બંધ જગ્યાઓ પર હવા-ઉજાશ બનાવીને સંક્રમણનો ફેલાવો ઝડપથી ઘટાડી શકાય છે.

3. સાયલન્ટ ટ્રાન્સમિશનને કારણે સૌથી વધુ ફેલાતો વાયરસ

વાયરસનું સાયલન્ટ ટ્રાન્સમિશન તે લોકોમાં વધારે થાય છે જે લોકોમાં શરદી, ખાંસીના લક્ષણો જોવા મળતા નથી. વાયરસના કુલ ટ્રાન્સમિશનનો 40% ભાગ આ પ્રકારના સંક્રમણથી થાય છે. આ સાયલન્ટ ટ્રાન્સમિશન એ આખા વિશ્વમાં વાયરસના ફેલાવા માટેનું મુખ્ય કારણ રહ્યું અને આ આધાર પર જ વાયરસનું હવા દ્વારા ફેલાવાની થીયરી સાબિત થાય છે.

4. ડ્રોપલેટ્સ દ્વારા ફેલાવાના ઓછા પુરાવા

સંશોધનકારોએ જણાવ્યું હતું કે ડ્રોપલેટ્સ દ્વારા વાયરસનો ઝડપથી ફેલાવો થવાના બહુ ઓછા પુરાવા મળ્યા છે. મોટા ડ્રોપલેટ્સ હવામાં રહેતાં નથી અને તે નીચે પડે છે અને સપાટીને સંક્રમિત કરે છે. હવામાં વાયરસ ફેલાવાના મજબૂત પુરાવા મળ્યા છે. આવા વાયરસ ટ્રાન્સમિશન માટે તાત્કાલિક જરૂરી પગલાં લેવા જોઈએ.

નવા દાવાનો અર્થ શું છે?
નિષ્ણાતો કહે છે કે હજી પણ હાથ ધોવા અને સપાટીને સાફ કરવી જરૂરી છે, પરંતુ સંપૂર્ણ ધ્યાન તેના પર ન હોવું જોઈએ. જરૂરી છે કે હવા દ્વારા વાયરસના ટ્રાન્સમિશન માટે તાત્કાલિક આવશ્યક
    
પગલાં લેવા જોઈએ. આ અંતર્ગત, વાયરસને શ્વાસમાં જવાથી અટકાવવા અને તેને હવામાં જ ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

Download Our B K News Today App



Related News