આજરોજ ડીસાના લાયન્સ હોલ ખાતે નિસ્વાર્થ સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-01 12:22:03
  • Views : 226
  • Modified Date : 2021-11-01 12:22:03

આજરોજ ડીસાના લાયન્સ હોલ ખાતે નિસ્વાર્થ  સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા કોરોના વોરિયર્સ નું સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો કોરોનાવાયરસ ની બીજી લહેરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આ પરિસ્થિતિમાં અનેક લોકોએ રાત-દિવસ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર કોરોના પોઝિટિવ દર્દીઓને બચાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી ખાસ કરીને અનેક એવા સેવા સંગઠન હતા કે જેઓએ કોરોના મહામારીમાં સારવાર લઈ રહેલા દર્દીઓને સમયસર ઓક્સિજન પહોંચાડયું છે સમયસર જમવાનું પહોંચાડયું છે તો વળી જ્યાં પણ જે જરૂરિયાત પડી તે તમામ કોરોના મહામારીમાં સુવિધાઓ પૂરી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી ત્યારે આજે ડીસાના લાયન્સ હોલ ખાતે નિસ્વાર્થ સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કોરોના મહામારીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સ તેમજ ડીસાની એન્જલ્સ શાળાનું સન્માન કરવામાં આવ્યું હતું..આ કાર્યક્રમમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ચેરીટેબલ ટ્રસ્ટ બનાસકાંઠાના પ્રમુખ નીતિનભાઈ ઠાકોર દ્વારા તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસાના પોલીસ અધિક્ષક ડો.કુશાલ ઓજા, બનાસકાંઠા જિલ્લા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પીનલબેન ઘાડીયા, ડીસા મામલતદાર લાલજીભાઈ પટેલ પૂજાબેન પટેલ,તેજલબેન પટેલ, રાજુભાઈ ઠક્કર, રાજુભાઈ ઠાકોર, નંદાજી ઠાકોર સહિત અનેક કાર્યકર્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News