ભારતના આ 4 રાજ્યમાં કોરોનાની રસી સૌથી વધારે બરબાદ થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:34:44
  • Views : 276
  • Modified Date : 2021-03-19 11:34:44

    ભારતમાં કોરના રસીકરણમાં સરેરાશ 6.5 ટકા ડોઝ બરબાદ થઈ રહ્યા છે જ્યારે તેલંગાના અને આંધ્ર પ્રદેશમાં આ બરબાદીનો આંકડો 17.6 ટકા અને 11.6 ટકા છે. કેન્દ્રએ ઉપરોક્ત જાણકારી આપતી કોરોના રસીના ડોઝનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની અપીલ કરી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, અત્યાર સુધી દેશમાં 3.51 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે જેમાં 1.38 કરોડ ડોઝ 45થી 60 વર્ષની વચ્ચે ગંભીર બીમારી ધરાવતા લોકોને અને 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને આપવામં આવી છે. તેમણે જણાવ્યું કે, 15 માર્ચને વિશ્વમાં કોરોના રસીના 83.4 ડોઝ આપવામાં આવ્યા જેમાંથી 36 ટકા એકલા ભારતમાં આપવામાં આવ્યા છે.

    ભૂષણે કહ્યું કે, પાંચ રાજ્યો – તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને જમ્મુ કાશ્મીરમાં રસીના ડોઝની બરબાદી રાષ્ટ્રીય સરેરાશથી 6.5 ટકા વધારે છે. તેમણે કહ્યું, “રાજ્યોને મેસેજ આપવામાં આવ્યો છે કે કોરોના રસી કિંમતી છે. આ લોકોના સ્વાસ્થ્ય માટે છે માટે તેનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ, રસીની બરબાદીને મોટા પાયે રોકવાની જરૂરત છે. રસી બરબાદી ઓછી થશે તો તમે વધારે લોકોને રસી આપી શકશો અને તેનાથી કોરોનાની ચેન તોડવાની સંભાવના વધી જશે.”

    મંત્રાલયે જણાવ્યું કે, 1થી 15 માર્ચની વચ્ચે 16 રાજ્યોના 70 જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો થયો છે જ્યારે 17 રાજ્યોનાં 55  જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યામાં 100થી 150 ટકાની વચ્ચે વધારો જોવા મળ્યો છે. સ્વાસ્ત્ય મંત્રાલયે જણાવ્યું કે, તેમાં મોટાભાગના જિલ્લા પશ્ચિમ અને ઉત્તર ભારતના છે.


Download Our B K News Today App



Related News