દલવાડા ખાતે કોરોના વેકસીનેસનમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-04 12:29:32
  • Views : 286
  • Modified Date : 2021-05-04 12:29:32

     પાલનપુર તાલુકાના દલવાડા ખાતે આવેલી સબ સેન્ટરમાં કોરોનાની રસી લેવા માટેે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો હાલમાં ચાલી રહેલ કોરોનાની મહામારીંમાં ગ્રામીણ વિસ્તારોમાં પણ દિન પ્રતિદીન કરોનાનુ સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા કોરોના વેકસીન સંજીવની સાબિત થઈ રહીછે આજે દલવાડા ખાતે આવેલ સબ સેન્ટરમાં કોરોના રસી લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

     હાલમાં ૪૫ વર્ષથી ઉપરના લોકોને કોરોના ની રસી આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં આરોગ્ય વિભાગ દ્રારા વારંવાર લોકોને  રસી લેવા માટેની અપીલ કરવામાં આવી રહીછે ત્યારે હવે ગ્રામીણ વિસ્તારના લોકોમાં પણ વેકસીનને લઈને જાગૃતિ આવી છે અને લોકો મોટી સંખ્યામાં વેકસીન સેન્ટર પર જઈ કોરોનાની રસી લઈ રહ્યા છે

Download Our B K News Today App



Related News