કોરોના મહામારીના કારણે અંબાજી ડેપોને પણ કોરોનાનું ગ્રહણ : અમુક બસની ટ્રીપ રદ કરાતા મુસાફરોને પણ ભારે હાલાકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-12 11:41:09
  • Views : 253
  • Modified Date : 2021-05-12 11:41:09

    કોરોના મહામારી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે જેની અસર દરેક લોકો પર જોવા મળી રહી છે કોરોના મહામારીના કારણે તમામ ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે તેમજ કેટલાક શહેરોમાં lockdown પણ આપવામાં આવ્યું છે જેના કારણે સમગ્ર દેશમાં વાહનવ્યવહાર અટકી ગયો છે. ત્યારે અંબાજી ડેપોને પણ કોરોનાનું ગ્રહણ લાગી હોય તેમ જોવા મળી રહ્યું છે. જેમાં ગુજરાતથી અંબાજીથી રાજસ્થાન જતી 12 ટ્રીપ  પરત કરવામાં આવી છે...હાલમાં ૬૯ શિડયુલ પૈકી 20 સિડ્યુલ ચાલુ રખાયા છે જ્યારે 269 trip પૈકી માત્ર 60 ત્રીપ જ ચાલુ રખાઇ છે.
    અંબાજી એસટી ડેપોના મેનેજરે જણાવ્યું હતું કે કોરોના મહામારીના કારણે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે ત્યારે એસટી ડેપોમાં પણ અનેક ટ્રીપો રદ કરાતા એસટી ડેપોમાં અંદાજે ૮૦ ટકા આવકમાં ઘટાડો થયો છે..અંબાજી ડેપો એ ગુજરાત સરહદનો અંતિમ ડેપો છે ત્યારે અમુક ટ્રીપ રદ કરાતા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રાજસ્થાન એસટી વિભાગની બસો પણ ૨૪ મે સુધી ગુજરાતમાં આવી શકશે નહીં તેવું એસટી ડેપો મેનેજર કલ્પેશ પટેલે જણાવ્યું હતું

Download Our B K News Today App



Related News