પાલનપુર શહેરમાં એક માસ બાદ બજારો ખુલતા લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-23 11:18:24
  • Views : 289
  • Modified Date : 2021-05-23 11:18:24

     સમગ્ર દેશમાં કોરોનાની મહામારી બીજા તબક્કામાં છે. આ સંજોગોમાં પાલનપુર શહેરમાં પણ કોરોનાનુ સંક્રમણ વધતાં સમસ્યા ગંભીર બનવા તરફ જઈ રહી હતી. આ કારણે શરૂઆતમાં પહેલા વેપારીઓ દ્રારા સ્વૈચ્છીક લોકડાઉન આપવામાં આવ્યું. આ પછી સરકાર દ્રારા પણ મિનિ લોકડાઉન જાહેર કરાતા છેલ્લા એક માસથી આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો સિવાય તમામ બજારો બંધ હતા. હવે કોરોનાનું સંક્રમણ ઓછું જણાતાં સરકાર દ્રારા સવારે નવ થી બપોરના ત્રણ વાગ્યા સુધી બજારો ખોલવા માટેની છુટ આપવામાં આવી છે.આ છૂટ આપતા પાલનપુરની બજારમાં એક માસ બાદ ફરી ધંધા રોજગાર ધમધમતા થયા હતા. લોકો જીવન જરૂરી સામગ્રીની ખરીદી કરતા નજરે પડ્યા હતા.બપોરના ત્રણ વાગ્યા બાદ આવશ્યક ચીજ વસ્તુઓની બજારો ખુલતા પાલનપુરના વેપારીએ જણાવ્યુ હતુુ કે છેલ્લા એક માસથી કોરોનાના કારણે અમારા ધંધા રોજગાર બંધ હતા ત્યારે નાના વેપારીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી હતી. પરંતુ સરક૨ર દ્રારા મહત્વપુર્ણ નિર્ણય લઈ દુકાનો ખોલવાની છુટ આપતા વેપારીઓને મોટી રાહત થઈ છે. આમ પાલનપુરના બજારો ફરી ધમધમતા થયા છે અને લોકો ખરીદી કરતા પણ નજરે પડ્યા હતા.

Download Our B K News Today App



Related News