કોરોના મહામારી વચ્ચે સેવાભાવી સંસ્થા એન્જલ્સ સ્કૂલ દ્વારા કોરોનાના દર્દીઓને સવાર-સાંજ જમવાની નિશુલ્ક સેવા કરવામાં આવી રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-04 11:59:19
  • Views : 279
  • Modified Date : 2021-05-04 11:59:19

     હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી તેનો કહેર વર્તાવી રહી છે જેની સૌથી વધુ અસર મધ્યમ અને ગરીબ વર્ગના લોકો પર પડી છે મહામારીમાં અનેક લોકોના ધંધા રોજગાર પડી ભાંગ્યા છે તેમજ દિવસનું કમાઈને ખાતા લોકો માટે ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા છે ત્યારે અનેક સંસ્થાઓ દ્વારા લોકોને મદદ કરવામાં આવી રહી છે..કોરોના મહામારીના સમયમાં લોકો ઘરની બહાર નીકળી શકતા નથી ત્યારે કોરોનાના દર્દીઓને ઘર બેઠાં ભોજનની સુવિધા મળી રહે તે માટે ડીસામાં કાર્યરત એન્જલ્સ સ્કૂલ દ્વારા એક ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં સ્કૂલના શાળા પરિવારના સભ્યોમાંથી જે લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે અને હોમકવોરેંટાઈન છે તેવા લોકો માટે સવાર-સાંજ જમવાની સુવિધા નિશુલ્ક કરવામાં આવી રહી છે તેમજ જે લોકો ગરીબ છે અને કમાવવાના બધા રસ્તા બંધ થઇ ગયા છે તેવા લોકો માટે પણ શાળા દ્વારા નિ શુલ્ક ટિફિન પહોંચાડવામાં આવી રહ્યું છે.. કોરોના મહામારીના સમયમાં અનેક લોકોને જમવાના પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે ડીસાની એંજલ સ્કૂલ દ્વારા નિ:શુલ્ક ટિફિન સેવા શરૂ કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

 

Download Our B K News Today App



Related News