નવજીવન બી.એડ કોલેજ ખાતે આજે દીક્ષાંત સમારોહ યોજાયો હતો.જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું, સાથે સાથે શિક્ષકોને પણ સન્માનપત્ર આપી સન્માનિત કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 12:03:46
  • Views : 217
  • Modified Date : 2022-05-03 12:03:46


ડીસા ખાતે કાર્યરત નવજીવન બી એડ્કોલેજ ખાતે આજે દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ઈ. સી. મેમ્બર હરેશભાઈ ચૌધરી, એસ.એસ ગોવિંદા બી.એડ કોલેજના ડૉ. છાયાબેન ત્રિવેદી, એસ.એસ મહેતા આર્ટસ કોલેજ હિંમતનગરના પ્રા. જે.બી પટેલટ્રસ્ટના પ્રમુખ ડો.દજાભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી બાબુભાઈ પટેલ, ડૉ. હરિભાઈ ચૌધરી, શંકરભાઈ પટેલ, રૂપાભાઈ પટેલ  ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના આચાર્ય ડો.સોનલબેન પ્રજાપતિએ કર્યું હતું. સંસ્થા દ્વારા તમામ મહેમાનોનું  પુષ્પગુચ્છ અને  સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંસ્થાનો પરિચય અને વાર્ષિક અહેવાલ પ્રાધ્યાપક જયેશભાઈ ઠક્કરે  રજૂ કર્યો હતો. આ સિવાય વર્ષ 2019, 2020 અને 2021માં કોલેજ કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓનો ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી નવજીવન બી.એડ કોલેજના ભૂતપૂર્વ અધ્યાપકો જેઓ હાલ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે જોડાયા છે તેઓને પણ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. સેમેસ્ટર 4 તાલીમાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન હરેશભાઈ ચૌધરીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, શિક્ષક તરીકેની જવાબદારી ખૂબ મોટી છે અત્યાર સુધી તમો તમારા વાલીના સહયોગ થી ડીગ્રીઓ હાંસલ કરી છે હવે પોતે પગભર બનો અને પોતાનો ખર્ચ જાતે ઉઠાવો, કંઈક નવું સ્ટાર્ટઅપ શરૂ કરો, સંસ્કારો સાથેનું શિક્ષણ ઉત્તમ શિક્ષણ છે તે ગુરુ મંત્રને આગળ વધતા  રહો. કાર્યક્રમનુ સમગ્ર સંચાલન પ્રા. અમિતકુમાર સોલંકીએ કર્યું હતું તેમજ આભારવિધિ પ્રા. નીરવભાઈ  પરમારે કરી હતી. આ કાર્યક્રમમાં નવજીવન બી એડ્ કોલેજના અધ્યાપકો તથા સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News