ડીસાના આખોલ ચાર રસ્તા પાસે ડીસા થી ધાનેરા તરફ જઈ રહેલી બસના કંડકટર બેભાન થતા સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 13:03:50
  • Views : 7173
  • Modified Date : 2021-10-06 13:03:50

     આજરોજ ડીસા ડેપો થી ધાનેરા જવામાટે નીકળી બસ આખોલ ચાર રસ્તા પાસે પહોંચતા બસમાં બેઠેલા કંડકટર શંકરભાઈ પટેલ ને અચાનક ગભરામણ છુટતા તેઓ બસમાં બેભાન થઈ નીચે પટકાયા હતા નીચે પડતાની સાથે બસમાં બેઠેલા મુસાફરોમાં બૂમાબૂમ મચી જવા પામી હતી જેથી બસ ડ્રાઈવરે ડીસા આખોલ ચાર રસ્તા પાસે પોતાની બસ ઉભી રાખી બસ કંડક્ટર શંકરભાઈ પટેલ ને બસમાંથી નીચે ઉતારવામાં આવ્યા હતા જે બાદ શંકરભાઈ પટેલ ની તબિયત વધુ ખરાબ હતા આજુબાજુના લોકોએ તાત્કાલિક ધોરણે ડીસા 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરવામાં આવી હતી જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ વાન પણ ઘટનાસ્થળે પહોંચી શંકરભાઈ પટેલ ને સારવાર માટે ડીસા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભારે ગરમીના કારણે બે વર્ષ થયેલા બસ કંડકટર શંકરભાઈ પટેલને સારવાર અર્થે ખસેડતાં ની સાથે કલાકો સુધી ડીસા થી ધાનેરા તરફ જતી બસ ઉભી રહેતા બસમાં સવાર વિદ્યાર્થીઓ અને મુસાફરો પણ કલાકો સુધી અટવાયા હતા જે બાદ અન્ય કંડકટર બસમાં આવતા તમામ મુસાફરોને બસ મારફતે ધાનેરા તરફ રવાના કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News