ડો. તેજસ પટેલનું નિવેદન, બે હાથ જોડીને વિનંતિ કરું છું, વેક્સિન લઈ લો, વેક્સિનથી મોત થતા અટકશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 16:42:49
  • Views : 531
  • Modified Date : 2021-04-09 16:42:49

    કોરોનાને કારણે રાજ્યની સ્થિતિ ભયાનક બની રહી છે, અમદાવાદ, સુરત, રાજકોટ તથા વડોદરામાં મોટાભાગની હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા છે. ત્યારે કોવિડ ટાસ્ક ફોર્સ કમિટીના ડોક્ટર તેજસ પટેલ પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકોને માસ્ક પહેરવા તથા ભીડમાં એકઠા ન થવા વિનંતી કરી છે. સાથે જ લોકોને હાથ જોડીને વેક્સિન લેવા માટે વિનંતી કરી છે.

    ડોકટર તેજસ પટેલ વધુમાં જણાવે છે કે, કોરોનાનો સમય ઘણો કઠિન રહ્યો છે. વાયરોલોજીના તમામ સિદ્ધાંતને કોરોનાએ અવગણ્યો છે. દરેક ટેમ્પરેચરમાં વાયરસ સરવાઈવ થયો. એક સમય આવી ગયો કે હવે કોવિડ રવાના થશે પણ તેનાથી ઉલટી પરિસ્થિતિ શરૂ થઈ છે. હું વિનંતી કરું છું લોકોને માસ્ક પહેરવું જઈએ, ટોળાં ન થવા જોઈએ. લોકડાઉન પણ આનો જવાબ નથી. હું બે હાથ જોડીને લોકોને વીનતી કરું છું વેકસીન લઈ લો. વેક્સિનથી મોત થશે નહીં. વેકસીન લીધેલા લોકોમાં મૃત્યુ દર ઓછો છે. કોઈપણ દવા અસરકારક હોય તો તેની આડઅસર થાય છે. આ જ સ્થિતિ લોકોને હર્ડ ઇમ્યુનિટી તરફ લઈ જશે.

    આ પ્રેસ કોન્ફરન્સમાં ઝાયડસના ડો. વી.એન શાહે જણાવ્યું કે, આ એક વાઈરલ યુદ્ધ છે. આ રોગને પહેલા સમજો, 70 ટકા પોપ્યુલેશન આવશે તો હર્ડ ઈમ્યુનિટી થશે. દરેક ગામમાં કમિટી બનાવો જે ગામમાં વેક્સિન માટે લોકોને સમજાવે. અત્યારે આપણે યુ.કે વેરિયન્ટનો સામનો કરી રહ્યા છીએ. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વેક્સિન જરૂરી છે.

    જ્યારે ડોક્ટર અતુલ પટેલ કહે છે, સારવારમાં ગેરમાન્યતા છે. કોરોના એક વિચિત્ર વાયરસ છે. 80 ટકા દર્દીઓને સામાન્ય લક્ષણો છે, જેને સામાન્ય સારવારની જરૂર છે. ખોટી રીતે ગભરાવવાની જરૂર નથી. આરામ કરવો, પાણી વધારે પીવું જરૂરી છે. આ બાદ રેમડેસિવિર કરતા પણ વધારે જરૂરી છે. ડોલો કે પેરાસીટામોલ ખૂબ જરૂરી છે, જે રિકવરી માટે મદદ કરે છે. 80 ટકા કેસોમાં ત્વરિત રિકવરી આવે છે. કોરોના ચેપી વાયરસ કરતા સોજો આવતી બીમારી છે. ટોસીલિઝુમાબ લાઈફ સેવિંગ ડ્રગ સાબિત થયું છે.

    રાજ્યમાં છેલ્લા એક વર્ષથી વધારે સમયથી કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. તબીબો દિવસ-રાત રજાઓ લીધા વિના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. એવામાં છેલ્લા 10 દિવસથી રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધ્યું છે. હોસ્પિટલોમાં પણ બેડ ખૂટી પડ્યા છે.

Download Our B K News Today App



Related News