બનાસકાંઠા જિલ્લામાં વરસાદના ખેંચાતા ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનિય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-29 13:05:58
  • Views : 278
  • Modified Date : 2021-08-29 13:05:58

     બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સીઝનમાં વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરરિસ્થિતિનું નિર્માણ થયું છે ગૌશાળા તેમજ પાંજરાપોળમાં આશ્રય લેતા હજારો પશુઓનો નિભાવ કરવો હવે કઠિન બન્યો છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીના પગલે ગૌશાળા તેમજ પાંજરાપોળમાં આવતી દાનની રકમમાં પણ ઘટાડો થતા ગૌશાળા અને પાંજરાપોળની કફોડી હાલત હતી જ ત્યારે આ વર્ષે વરસાદ ખેંચાતા દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે  થરાદ તાલુકામાં બે પાંજરાપોળ તેમજ સિત્તેર જેટલી ગૌશાળામાં અંદાજે 12.351 જેટલી ગાયો તેમજ પશુઓનો નિભાવ થઈ રહ્યો છે પરંતુ ચાલુ સાલે બનાસકાંઠા જિલ્લામાં વરસાદના અભાવે ઘાસચારાની ભારે અછત વર્તાઈ રહી છે સૂકો કે લીલો કોઈ પણ પ્રકારનો ઘાસચારો ન મળવાના કારણે ગૌશાળા તેમજ પાંજરાપોળની ગાયો અને પશુઓની હાલત દયનિય થઈ ગઈ છે તો બીજી તરફ અન્ય રાજ્યમાંથી આવતા ઘાસચારાના ભાવ પણ આસમાને પોહચ્યા છે જેને કારણે હવે ગૌશાળા તેમજ પાંજરાપોળ સંચાલકોને ગાયોનો નિભાવ કરવો કઠિન બન્યો છે.

     જોકે થરાદ તાલુકાના ગૌશાળા તેમજ પાંજરાપોળ સંચાલકોએ મામલતદારેને આવેદન પત્ર આપી બનાસકાંઠા જિલ્લાને અસતગ્રસ્ત જાહેર કરી ગૌશાળા તેમજ પાંજરાપોળના પશુઓના નિભાવ માટે સરકાર સહાય કરે એવી માંગ કરી હતી..થરાદના ધારાસભ્યએ લેખિતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખી અછતગ્રસ્ત જાહેર કરી તાત્કાલિક પાણી અને ઘાસની વ્યવસ્થા કરવા માંગ કરી હતી અને જો અછત ગ્રસ્ત જાહેર કરવામાં વિલંબ કરશે તો પશુઓની વિકટ પરિસ્થિતિ સર્જાશે અને પશુઓ મોતને ભેટશે તેમાં સરકારની જવાબદારી રહશે તેમ જણાવ્યું. હતું હવે જોવાનું એ રહશે કે સરકાર અબોલ પશુઓની વહાર આવે છે કે પછી પશુઓને ભગવાન ભરોસે છોડશે.

Download Our B K News Today App



Related News