અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં કુલ 7250 બેડમાં વેન્ટિલેટર ખૂટ્યા, 1788 બેડ ખાલી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 15:24:59
  • Views : 263
  • Modified Date : 2021-04-12 15:24:59

    અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર છે અને ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યા છે. 141 ખાનગી હોસ્પિટલ, 102 કોવિડ હેલ્થ સેન્ટર, 6 કોવિડ કેર સેન્ટરમાં કુલ 7250 બેડ છે જેમાં હાલમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. AHNAની વેબસાઈટના દાવા મુજબ 50 વેન્ટિલેટર હજી ખાલી છે. જો કે હોસ્પિટલમાં દર્દીઓને વેન્ટિલેટર પણ હવે મળતા નથી જેથી રાહ જોવી પડે છે અને સરકારી હોસ્પિટલમાં જગ્યા મળે તો ત્યાં જવું પડે છે. 7250 બેડમાંથી 1788 બેડ ખાલી છે જેમાં 624 જેટલા બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે.

    અમદાવાદમાં દિવસે દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે. જેથી કોરોનાના દર્દીઓની સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત દર્દીઓ માટેના બેડ પણ વધારવામાં આવ્યાં છે. 12 એપ્રિલના રોજ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 141 ખાનગી હોસ્પિટલમાં 5443માંથી 624 જેટલા બેડ ખાલી છે. જેમાં આઇસોલેન વોર્ડમાં 1780 બેડ, HDUમાં 1955, ICUમાં 738 અને ICUમાં વેન્ટિલેટર પર 346 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. કોવિડ સેન્ટરો માં 1100થી વધુ બેડ ખાલી છે. 141 ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરોમાં 12 એપ્રિલને સોમવારે સવાર સુધીમાં 1788 જેટલા જ બેડ ખાલી છે.

    મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 383માંથી આઇસોલેન વોર્ડમાં 172બેડ, HDUમાં 51, ICU વેન્ટિલેટર વગરમાં 18 અને વેન્ટિલેટર પર 7 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 102 કોવિડ હેલ્થ સેન્ટરમાં 1135માંથી આઇસોલેન વોર્ડમાં 147 બેડ, HDUમાં 119 બેડ, ICU વેન્ટિલેટર વગરમાં 19 અને વેન્ટિલેટર પર 3 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.

    શહેરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નવા 1504 કેસ નોંધાયા હતા અને 19 દર્દીના મૃત્યુ થયા હતા. છેલ્લા 50 દિવસમાં કેસની સંખ્યામાં અધધ કહી શકાય તેવો 33 ગણો વધારો થયો છે. 50 દિવસ પહેલાં એટલે કે 20 ફેબ્રુઆરીએ માત્ર 45 કેસ હતા. જે આજે 33 ગણા વધી ગયા છે. મૃત્યુનો આંકડો પણ સતત વધવા સાથે 294 દિવસ પછી ફરી એકવાર 19 મોત નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધી કોરોનાના 79,258 કેસ આવ્યા છે. જેમાંથી લગભગ પાંચમા ભાગના એટલે કે 15,269 કેસ છેલ્લા 20 દિવસમાં આવ્યા છે.

    અમદાવાદ સિવિલ મેડીસીટીમાં આવેલી તમામ કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમના સગાઓની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમના સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે તે માટે મેડિસીટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે.તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મીલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝીગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇનસ્ટીટ્યુટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.


Download Our B K News Today App



Related News