ડીસા વેલુનગર રોડ પર આવેલ અક્ષર સ્ટીલમાંથી જે કે લક્ષમી સિમેન્ટના ડુપ્લીકેટિંગના આક્ષેપ સાથે કંપની મેનેજર દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-17 11:44:56
  • Views : 1226
  • Modified Date : 2022-04-17 11:44:56


ડીસા વેલુનગર રોડ પર આવેલ અક્ષર સ્ટીલમાંથી જે કે લક્ષમી સિમેન્ટના ડુપ્લીકેટિંગના આક્ષેપ સાથે કંપની મેનેજર દ્વારા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે

 

 

ડીસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી અનેક ખાધ પદાર્થોની ચીજવસ્તુઓમાં ભેળસેળ અને ડુપ્લીકેટ થતું હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે  ત્યારે હવે બ્રાન્ડેડ કંપનીના નામે સેમિન્ટનું  ડુપ્લિકેટિંગ બાબતે કંપનીના મનેજરે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ડુપ્લીકેટ સિમેન્ટ વેચવા મામલે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે જ્યારે  પોલીસે ટ્રેડ માર્ક એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ ફરિયાદની વિગતો અનુસાર બ્રાન્ડેડ જે કે લક્ષમી સિમેન્ટના ગુજરાત રિજીયન સેલ્સ મેનેજર મિલપસિંહ સોલકીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે જે કે લક્ષમી સિમેન્ટનું ડીસા,થરાદ અને ધાનેરા નું  માર્કેટિંગનું કામ પ્રકાશભાઈ ગોવિંદભાઇ જોશી સંભાળે છે અને તેઓ કોન્ટ્રાક્ટર પાસે ઓર્ડર મેળવી સિમેન્ટ પૂરો પાડે છે આ રીતે તેમને ડીસામાં કોટ્રાક્ટર તરીકે કામ કરતા નગરાજભાઈ જોડે જે કે લક્ષમી સિમેન્ટ માટે વાત કરેલી પરંતુ તેમને સિમેન્ટ મગાવેલ નહિ જેથી પ્રકાશભાઈ જોશી સેલિંગ માટે નાગરાજભાઈની સાઈડ ઉપર ગયેલા જોકે ત્યાં જઈને જોતા ત્યાં જે કે લક્ષમી સિમેન્ટનો સ્ટોક  મલી આવ્યો હતો  પરંતુ આ સિમેન્ટ જે કે લક્ષમી સિમેન્ટના જણાઈ આવલે નહિ અને ડુપ્લીકેટ સિમેન્ટ હોવાનું ધ્યાને આવતા આ બાબતે પ્રકાશભાઇ એ કંપનીના મેનેજર ને જાણ કરેલી જેથી તા.૧૪/૪/૨૨ ના રોજ કંપનીના સેલ્સ મેનજર મિલાપસિંગ ધર્મેન્દ્રસિંહ સોલંકી ડીસા ખાતે આવેલા અને નાગરાજભાઈની સાઈડ ઉપર ગયેલા અને તપાસ કરતા પડેલ સિમેન્ટનો જથ્થો જે કે લક્ષમી સિમેન્ટનો નહિ હોવાનું ધ્યાને આવતા તેમજ  જે કે લક્ષમી કંપનીના ભળતા નામ વાળી બેગ બનાવી તેનું ડુપ્લિકેટિંગ હોવાનું ધ્યાને આવતા જેથી નાગરાજભાઈને આ સીમેન્ટ ક્યાંથી લાવ્યા તે બાબતે પૂછતાં તેમને જણાવેલ કે આ જે કે લક્ષમી સિમેન્ટ હું અક્ષર સ્ટીલ કમલેશભાઈ પોપટીયાને ત્યાંથી લાવેલ તેમ જણાવેલ જોકે કંપની ના મેનેજર જણાવ્યું હતું કે કમલેશભાઈ પોપટીયા જે કે લક્ષમી સિમેન્ટના ડીલર નથી અને આ અને અમારી બ્રાન્ડેડ જે કે લક્ષમી સિમેન્ટ જેવી બેગ બનાવી તેમાં અન્ય કમ્પનીનો સિમેન્ટ ભરી વેચાણ કરતા હોઇ આ મામલે જે કે લક્ષમી સિમેન્ટના નોર્થ ગુજરાત સેલ્સ રિજીયન મેનેજર મિલાપસિંહ સોલંકીએ ડીસા દક્ષિણ પોલીસ મથકે જે કે લક્ષમી સિમેન્ટના ટ્રેડ માર્ક એક્ટ બાબતે ફરિયાદ નોંધવાતા દક્ષિણ પોલીસે વિવિધ કલમ હેઠળ કમલેશભાઈ પોપટિયા તેમન અન્ય અજાણ્યા સક્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે  કમલેશભાઈ પોપટીયા દ્વારા જણાવાયું હતું કે કંપની મેનેજર દ્વારા અમોને તેમની પાસેથી  સિમેન્ટ ખરીદવા માટે મજબુર કરતાં હતાં અમોએ તેમની પાસેથી સિમેન્ટની ખરીદી ના કરાતાં અમારા પર ખોટી ફરીયાદ કરી અમોને હેરાનપરેશાન કરવામાં આવી રહ્યા છે ઉલ્લેખનીય છેકે અગાઉ પણ અક્ષર સ્ટીલ દુકાનમાંથી સિમેન્ટ ઝડપાઈ હતી અને મામલો સગેવગે થઈ ગયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ત્યારે સત્ય હકીકત શું છે તેની તપાસ ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કરવામાં આવશે ત્યારે ખબર પડશે પરંતુ આજે જે કે લક્ષ્મી સિમેન્ટના નામે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે..

Download Our B K News Today App



Related News