સુઈગામનાં કોરેટી ગામમાં નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ તળાવમાં પાણીનો કલર બદલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-10 14:50:07
  • Views : 356
  • Modified Date : 2022-06-10 14:50:07

 

સમગ્ર તળાવમાં પાણીનો કલર ગુલાબી રંગનો થઈ જતાં લોકોમાં કુતુંહુલ સર્જાયું


ગ્રામજનોએ પાણીનો કલર બદલવાની ઘટનાને મહાદેવનાં મંદિરની આસ્થાને જોડી


બનાસકાંઠા જિલ્લામાં સુઈગામ તાલુકાનાં કોરેટી ગામમાં આવેલ તળાવમાં પાણીનો કલર અચાનક બદલાઈ જતાં સમગ્ર વિસ્તારનાં લોકોમાં કુતૂહલની સાથે લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.તો વળી આમ તો તળાવમાં પાણીનો કલર લીલો હોય છે.ત્યારે તળાવમાં પાણીનો કલર ગુલાબી રંગનો થઈ જતાં લોકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે.જોકે તળાવમાં પાણીનો કલર અચાનક બદલાઈ જતાં આજુબાજુનાં ગામડાઓમાંથી લોકોનાં ટોળેટોળા તળાવમાં પાણી દેખવા માટે આવી રહ્યાં હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું..

 

મળતી માહિતી મુજબ,સુઈગામ તાલુકાનાં કોરેટી ગામનાં વર્ષો જૂનાં તળાવનાં કાંઠે આવેલ શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર સમાન છે.

વર્ષે થોડા દિવસો પહેલાં તળાવનું પાણી અચાનક ગુલાબી રંગનું થઈ જવાથી લોકોમાં કુતુહુલ સર્જાયું છે.તો વળી અનેક લોકો ઘટનાને પગલે ભગવાન નીલકંઠ મહાદેવનો ચમત્કાર માની રહ્યાં છે. તો વળી કેટલાય લોકો સમગ્ર ઘટનાક્રમમાં કેમિકલ દ્વારા કલર બદલાયો હોવાનું પણ અનુમાન લગાવી રહ્યાં છે. ત્યારે તળાવમાં બદલાયેલ કલરને લઈને સમગ્ર સરહદી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યું છે.

Download Our B K News Today App



Related News