શહેરમાં છેલ્લા નવ મહિનામાં 33, 407 લોકોને દંડ ફટકારવામાં આવ્યો, 42,228 લોકોની અટકાયત કરાઈ હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-07 11:06:33
  • Views : 264
  • Modified Date : 2020-12-07 11:06:33

    કોરોના કાળમાં અમદાવાદમાં બેદરકાર થયેલા લોકો પાસેથી દંડનિય કાર્યવાહી હેઠળ છેલ્લા નવ મહિનામાં 33 હજાર 407 લોકો દંડાયા છે. જ્યારે 42 હજાર 228 લોકોની અટકાયત કરવામાં આવી છે. અમદાવાદ પોલીસે શનિવારે માસ્ક નહીં પહેરવા અને જાહેરમાં થૂંકવા બદલ 3260 લોકો પાસેથી કુલ 32.60 લાખ રૂપિયા દંડ પેટે વસૂલ્યા હતાં. આમ જાહેરનામા ભંગ અને માસ્કનો નિયમ સરકારી તીજોરી માટે મોટી આવકનુ કારણ બની રહ્યો છે. છેલ્લા 250 દિવસમાં માસ્ક વગરના 21.40 લાખ લોકોને પકડીને તેમની પાસેથી પોલીસે રૂ.93.56 કરોડનો દંડ વસૂલ કર્યો હતો. તેમ છતાં લોકો માસ્ક પહેરતા નથી. પોલીસ વડા આશિષ ભાટિયાએ લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે

    લોકડાઉનથી આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં જાહેરનામા ભંગના 60,400 ગુના નોંધાયા છે. જ્યારે લોકડાઉન અને કર્ફ્યૂ દરમિયાન ફરતા 4.92 લાખ વાહનોને પોલીસે ડિટેઈન કર્યાં હતાં. હાલમાં લગ્ન સિઝન ચાલી રહી છે. જેમાં સરકારની ગાઈડલાઈનનું કડક પાલન થાય તે જોવાની જવાબદારી પોલીસની છે. જેથી ડીજીપીએતમામ પોલીસ અધિકારીને લગ્ન, રાજકીય સમારોહમાં ગાઈડલાઈનનો કડક અમલ કરાવવાની સૂચના આપી છે. છેલ્લા એક મહિનામાં 10 વોર્ડમાં 200થી વધુ કેસ નોંધાયા છે. જેમાં જોધપુર પછી બોડકદેવમાં 425, પાલડી 344, નવરંગપુરા 323, થલતેજ 322, ગોતા 302, નિકોલ 286, ઘાટલોડિયા 289, નારણપુરા 255, મણિનગરમાં 241 કેસ નોંધાયા છે. જ્યારે 50થી ઓછા કેસ અસારવા, દરિયાપુર, જમાલપુર, વિરાટનગર, શાહપુર, અમરાઈવાડી, ભાઈપુરા, બહેરામપુરા, દાણીલીમડા, મક્મતપુરા વોર્ડમાં નોંધાયા છે. જોકે ઝોનવાર સૌથી વધુ કેસ પશ્ચિમ ઝોનમાં 8,858એ પહોંચી ગયા છે. જમાલપુરમાં નવેમ્બર મહિનામાં માત્ર 12 જ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 291 કેસ નોંધાયા છે, જ્યારે 10 દર્દીનાં મોત થયાં છે. બે વિસ્તાર કન્ટેન્મેન્ટમાં મુકાયા છે.

Download Our B K News Today App



Related News