ડીસામાં પીવાના પાણીથી રોગચાળો ન વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પાણીના ટાંકાનું ક્લોરીનેશન ચકાસણી કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-09 13:08:45
  • Views : 267
  • Modified Date : 2021-06-09 13:08:45

     ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારીમાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી જેના કારણે સતત કોરોનાવાયરસ ના કેસ વધતા અનેક લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હવે કોરોનાવાયરસ ના કેસો માં ઘટાડો થતા પાણીજન્ય રોગચાળા નીતિ આ સિવાય રહી છે દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીથી થતા રોગ સામે આવતા હોય છે ક્યારેક પાણીને ક્લોરીનેશન ન કરવામાં આવતાં મોટાભાગના વિસ્તારોમાં પાણીજન્ય રોગો થતા હોય છે સૌથી વધુ પાણીના કારણે ચામડીના રોગ સામે આવતા હોય છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતાની સાથે જ પાણીથી થતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે.

 

     ચોમાસામાં ઉનાળુ માહોલના પગલે પાણી અને વાયુજન્ય રોગચાળાની સ્થિતિ સર્જા‍ઇ શકે તેવી સ્થિતિ જોવા મળતા બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તમામ પાણીના ટાંકાનું ક્લોરીનેશન ચકાસણી હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ડીસા ખાતે પણ જિલ્લા આરોગ્ય અધિકારી ડો જીગ્નેશ હરિયાણી ની સૂચનાથી આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ડીસામાં આવેલા તમામ પાણીના ટાંકામાં નગરપાલિકા દ્વારા પાણીનું કલોરીનેશન કરવામાં આવે છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી જેમાં ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં 2 થી 3 પાણીના ટાંકામાં બોર ઓપરેટર દ્વારા ક્લોરીનેશન કરવામાં આવ્યું હતું જેથી આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ રિપોર્ટ તૈયાર કરી ડીસા નગરપાલિકા ને આપવામાં આવ્યો હતો દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીજન્ય રોગ શરૂ થઇ જતા હોય છે જેના કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા પાણીના ટાંકા અને બોરવેલમાં રોજેરોજ ક્લોરીનેશન કરવામાં આવે છે જેના કારણે પાણી જન્ય રોગથી બચી શકાય છે પરંતુ ડીસા શહેરમાં આવેલા અમુક વિસ્તારોમાં બોર ઓપરેટરોની બેદરકારીના કારણે પાણીમાં ક્લોરીનેશન થતું નથી જેના કારણે ડાયેરિયા,ટાયફોડ, કોલેરા જેવા રોગ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ રહી છે તેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી અને લોકોના ઘરો સુધી પહોંચી ક્યાંય વરસાદી પાણી ન ભરાય ઘરોમાં કુંડા કે ટાયરોમાં પાણી ન ભરાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.જે બાદ વધુમાં વધુ પાણીમાં ક્લોરીનેશન થાય તે માટે પણ ડીસા નગરપાલિકા ને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે.

     પાણીના ટાંકા,  7 જેટલા પાણીના સંપ આવેલા છે. આ તમામમાં પાણી પહોંચાડવા માટે ડીસા નગરપાલિકા હદ વિસ્તારમાં 24 જેટલા મોટા પાણીના ટાંકા બનાવવામાં આવ્યા છે અને આ તમામ પાણીના ટાંકામાં બોર ઓપરેટરો દ્વારા ક્લોરીનેશન કરવામાં આવતું હોય છે ત્યારે હવે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોજેરોજ ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા આ તમામ પાણીના ટાંકા નો ક્લોરીનેશન કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે પરંતુ જે પણ વિસ્તારમાંથી બોર ઓપરેટર દ્વારા કલોરીનેશન ન કરવામાં આવતાં ની ફરિયાદ નગરપાલિકામાં કરવામાં આવતા નગરપાલિકા દ્વારા બોર ઓપરેટર સામે કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે હવે આગામી સમયમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ જે રોગચાળા શરૂ થાય છે તે વધે નહીં તે માટે ડીસા નગરપાલિકા દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News