બનાસ કોવિડ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે લાવવામાં ઓક્સિજન ટેન્કનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉદ્ઘાટન કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-16 11:45:26
  • Views : 308
  • Modified Date : 2021-05-16 11:45:26

     બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે કોરોનાવાયરસ ની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી હતી તે પ્રમાણે દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો હતો ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ના સૌથી વધુ કેસ ડીસા અને પાલનપુરમાં સામે આવ્યા હતા. લોકોના વધેલા સંક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દર્દીઓ પાલનપુરમાં સામે આવ્યા હતા ત્યારે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાસડેરી દ્વારા સંચાલિત બનાસકોઠા હોસ્પિટલ શરુ કરવામાં આવી હતી ત્યાં 200 દર્દીઓને ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી સતત ઓક્સિજનની અછતના કારણે બનાસ કોવિડ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે લાખો રૂપિયાના ખર્ચે ઓક્સિજન ટેન્ક લાવવામાં આવી હતી.જેનું આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જે બાદ બનાસ કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરો કેવી રીતે કામ કરી રહ્યા છે તેની પણ જાણકારી મેળવી હતી.

Download Our B K News Today App



Related News