ડીસા નગરપાલિકા ખાતે વિવિધ સમિતીના ચેરમેનો એ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 13:02:16
  • Views : 362
  • Modified Date : 2021-07-31 13:02:16

     નગરપાલિકામાં ભાજપએ સુકાન સભાળ્યું હતું.ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળ તેમજ ડીસા ના ધારાસભ્ય દ્વારા ડીસા નગરપાલિકા માં વિવિધ નવા ચેરમેન ની જાહેરાત કરી હતી.જેમાં આજે ડીસા નગરપાલિકા ખાતે ડીસા ના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ ડીસા શહેર પ્રમુખ પ્રતીક પઢીયાર મહામંત્રી હકમાજી જોષી, રાકેશભાઈ પટેલ તેમજ ડીસા નગરપાલિકા ના પ્રમુખ રાજુભાઇ ઠક્કર ની હાજરીમાં  ડીસા નગરપાલિકા માં વિવિધ સમિતિ ના ચેરમેનો એ આજ રોજ ચાર્જ સભાળ્યો હતો.તેમજ તમામ નવ નિયુક બનેલા વિવિધ સમિતિના ચેરમેનો એ નિષ્ઠા પૂર્વક લોકો ના કામ કરવાની બાંહેધરી આપી હતી.તેમજ નવ નિયુક ચેરમેનો એ ચાર્જ સંભાળતા તમામ ચેરમેનો નો લોકો એ ફૂલ હાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

ડીસા નગરપાલિકા દ્વારા આજે નગરસેવકોએ વિવિધ કમિટીના ચેરમેનો પોતાનો ચાર્જ સંભાળ્યો હતો આજે ડીસા નગરપાલિકામાં બાંધકામ શાખા માં ડીસા વોર્ડ નંબર 8 ના નગરસેવક રાજુભાઈ ઠાકોર બાંધકામ સમિતિના ચેરમેન પદે ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતાની સાથે જ મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ તેમણે ફૂલહાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે બીજી તરફ ડીસાના વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈ આવેલા નયનાબેન પરમારે સમાજ કલ્યાણ સમિતિ માં ચાર્જ સંભાળ્યો હતો જ્યારે પુનમબેન પાર્ટીએ લાઈટ કમિટીમાં ચાર્જ સંભાળ્યો હતો અમને મહિલાઓએ પોતાનો ચાર્જ સંભાળતા તેમના સમર્થકો કોઈ મોટી સંખ્યામાં તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી સમયમાં ડીસા નગરના વિકાસ માટે વધુમાં વધુ કામો કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

તો આ તરફ ડીસામાં શિક્ષણ સમિતિ નો ચાર્જ સંભાળતા આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ની અધ્યક્ષતા માં ડીશાની એ સી ડબલ્યુ સ્કૂલ ખાતે નિર્માણ પામનાર સાયન્સ કોલેજનુ લોકાર્પણ કરવામાં આવ્યો હતો છેલ્લા ઘણા સમયથી ડીસા તેમજ તેની આજુ-બાજુના વિદ્યાર્થીઓને સાયન્સનો અભ્યાસ કરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હતું પરંતુ હવે દિશામાં સાયન્સ કોલેજ માટેની મંજૂરી મળતા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે. આજે ડીસા નગરપાલિકા સંચાલિત એસ.સી ડબ્લ્યુ હાઇસ્કુલ ખાતે ડીસાના ધારાસભ્ય અને શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢ અને ડીસા નગરપાલિકાના નગરસેવકો ની હાજરીમાં આજે સાયન્સ કોલેજનુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષકો તેમજ સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.

 


Download Our B K News Today App



Related News