અમદાવાદમાં કોરોના ટેસ્ટિંગ ડોમ જ બનશે સુપર સ્પ્રેડર, સેનેટાઈઝ કર્યા વિનાની એક જ ખુરશીમાં બેસાડીને 100 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 15:39:36
  • Views : 266
  • Modified Date : 2021-04-09 15:39:36

    કોરોના ના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ટેસ્ટ પણ વધારી દેવામાં આવ્યા છે. ટેસ્ટ માટે અલગ અલગ જગ્યાઓ પર ટેસ્ટિંગ ડોમ પણ તૈયાર કરવામાં આવ્યા છે પરંતુ ડોમમાં અનેક પ્રકારે બેદરકારી રાખવામાં આવે છે. તેને કારણે કેસો વધવાની શક્યતા છે.શહેરના તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગ ડોમ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં સવારના 9 વાગ્યાથી જ લોકો રિપોર્ટ કરાવવા પહોંચી જાય છે ત્યારે પ્રગતિનગર મા આવેલ ડોમમાં પણ મોટી સંખ્યામાં લોકો રિપોર્ટ કરાવવા પહોંચ્યા હતા. 9 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 100 થી વધુ લોકોના રિપોર્ટ કરવા આવ્યા હતા.

    આ ડોમમાં સૌથી જે ખુરશી પર બેસાડીને પહેલા જે વ્યક્તિનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો તે જ ખુરશી પર 100મા વ્યક્તિનો પણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.દર 5 વ્યકિતએ 2 વ્યતકીઓના રૂર્ત પોઝિટિવ આવી રહ્યા હતા.સવારથી 1 જ ખુરશી પર 100 વ્યક્તિઓને બેસાડીને જ્યારે રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે કોર્પોરેશન કે પછી રિપોર્ટ કરતી મેડિકલ ટીમની મોટી બેદરકારી કહી શકાય કે કોઈ ખુરશી બદલવામાં આવતી નથી કે સેનીટાઇઝ કરવામાં આવતી નથી.1 થી 100 નંબર વચ્ચે અનેક લોકો પોસીટવ આવ્યા હતા પરંતુ પોઝિટિવ આવેલ વ્યક્તિ જે ખુરશી પર બેઠો હતો તે જ ખુરશી પર નેગેટિવ આવેલ વ્યક્તિને પણ બેસાડવામાં આવતો હતો.આ બેદરકારીને કારણે જે વ્યક્તિ કોરોના ના હોય તે પણ ડોમ માંથી કોરોના લઈને જાય તેવી શક્યતા પણ છે.

    કેસ વધતા ટેસ્ટ કરાવવા આવતા લોકોની સંખ્યા પણ વધારે હતી સાથે જ ગરમી પણ વધી રહી છે તેથી તડકામાં ના ઉભુ રહેવું પડે તે માટે 10×10 ના ડોમમાં છાયડામાં 70-80 વ્યક્તિ ઊભા રહ્યા હતા.ટેસ્ટ કરાવવા આવેલ અનેક લોકોને પોસિટવ પણ હતો જેનાથી નેગેટિવ વ્યક્તિને પણ પોઝિટિવ થવાની શક્યતા હતી.કોર્પોરેશન તરફથી વ્યવસ્થાના અભાવે જ સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કોઈ કરતું ન્હોતું.જ્યારે ટેસ્ટ કરી રહેલ સ્ટાફ ને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે ભલે કોઈ વ્યક્તિને પોઝિટિવ હોય અને તેની પાછળ નેગેટિવ વ્યક્તિ તે જ ખુરશીમાં બેસે તો તેના કપડા ખુરશીને સ્પર્શે તો તેને કોરોના ના થઈ શકે.ભીડ અંગે પણ કહ્યું કે અને લોકોને દૂર દૂર ઉભુ રહેવા કહીએ છે પરંતુ લોકો માનતા જ નથી..

    અમદાવાદમાં વધી રહેલા કોરોનાના પ્રકોપના કારણે સિવિલ હોસ્પિટલ દર્દીઓ વધી રહ્યા છે. જેને લઈને સિવિલમાં બેડ વધારવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિમાં 1200 બેડની હોસ્પિટલમાં 900 બેડની કેપેસિટી સામે 890 કોરોનાના દર્દીઓ દાખલ છે. જ્યારે 300 જેટલા બેડ અન્ય બીમારી ધરાવતા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજથી 51 દિવસ પહેલા જ અહીં કોરોનાના દર્દીઓ ઘટતા ત્રણ દિવસ દવાનો છંટકાવ કરી સત્યનારાયણની પૂજા કરીને નવો વિભાગ શરૂ કરાયો હતો. જોકે 51 દિવસમાં કાળચક્ર એવું બદલાયું કે આજે દર્દીઓ માટે જગ્યા ખૂટી પડી છે.

    હાલની સ્થિતિએ સમગ્ર મેડિસિટી કેમ્પસમાં 1398 દર્દીઓ દાખલ છે. યુ.એન.મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીઓનો ભરાવો છે. મેડિસિટી કેમ્પસમાં 2000 બેડની વ્યવસ્થા છે જેમાંથી 1398 બેડ ભરેલા છે, અને હજુ 602 બેડ હાલ ખાલી છે. જ્યારે મંજુ શ્રી મિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં પણ 250 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં મોટા ભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે. હવે માત્ર મંજુ શ્રી કિડની હોસ્પિટલમાં માત્ર 150 બેડ ખાલી છે. એવામાં બે દિવસમાં નવા 218 બેડ તૈયાર કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News