સરકારે કહ્યું- સ્થિતિ કથળી રહી છે, આ સમયમાં બેદરકારી છોડીને વધુ સતર્કતા રાખવી જરૂરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 11:34:57
  • Views : 244
  • Modified Date : 2021-03-31 11:34:57

    કેન્દ્ર સરકારે કોરોનાની બીજી લહેરને લઈને તમામ રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે દેશમાં કોરોનાના કારણે સ્થિતિ વધુને વધુ કથળી રહી છે. કેટલાક રાજ્યો માટે આ હેરાન કરનારી વાત છે. સરકારે કહ્યું કે સમગ્ર દેશ જોખમમાં છે, એવામાં આ બાબતને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી ન રાખવી જોઈએ.સરકારે જણાવ્યું કે કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત 10માંથી 8 જિલ્લા મહારાષ્ટ્રના છે અને દિલ્હી પણ એક જિલ્લાના રૂપમાં આ યાદીમાં સામેલ છે. હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું કે જે 10 જિલ્લામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે, તેમાં પુના(59475), મુંબઈ(46248), નાગપુર(45322), થાણે(35264), નાસિક(26553), ઔરંગાબાદ(21282), બેંગલુરુ નગરીય(16259), નાંદેડ(15171), દિલ્હી(8032) અને અમહમદનગર(7952) સામેલ છે. તેમણે કહ્યું કે ટેક્નિકલ રૂપથી દિલ્હીમાં ઘણા જિલ્લા છે, જોકે તેને એક જિલ્લાના રૂપમાં લેવામાં આવ્યું છે.

    હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત અને દિલ્હીમાં છેલ્લા થોડો દિવસોથી કેસ વધ્યા છે. આ દરમિયાન સરેરાશ પોઝિટિવિટી રેટમાં વધારો નોંધાયો છે. સાથે જ કેટલાક રાજ્યોમાં પોઝિટિવિટી રેટ ભારતના સરેરાશથી વધુ છે. ભારતનો સરેરાશ પોઝિટિવિટી રેટ 5.65 ટકા છે. જ્યારે આ રાજ્યોનો તેના કરતા પણ વધુ છે. મહારાષ્ટ્રમાં 23.44 ટકા, પંજાબમાં 8.82 ટકા, છત્તીસગઢમાં 8.24 ટકા અને મધ્યપ્રદેશમાં 7.82 ટકાના દરથી સંક્રમણના કેસ વધી રહ્યાં છે.

    દેશમાં છેલ્લા 24 કલાકમાં 53125 નવા કેસ આવ્યા, 41217 દર્દીઓ સાજા થયા અને 355ના મૃત્યુ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1.21 કરોડ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે. લગભગ 1.14 કરોડ લોકો સાજા થયા છે. 1.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. 5.49 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડો covid19india.orgમાંથી લેવામાં આવ્યો છે.


Download Our B K News Today App



Related News