લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 17:08:38
  • Views : 114
  • Modified Date : 2023-06-28 17:08:38

 અમદાવાદમાં લવ જેહાદનોએક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એક હિંદુ યુવતી અને મુસ્લિમ યુવક વચ્ચે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કર્યા. જોકે બાદમાં મુસ્લિમ પતિએ મુંબઈ પહોંચી યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તેમજ બાદમાં બંને ઉતરપ્રદેશમાં યુવકના ઘરે રહેવા લાગ્યા અને ત્યાં પણ પતિ દ્વારા પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાની શરૂવાત કરી.જો કે યુવતી કોઈને કોઈ બહાના હેઠળ અમદાવાદ પરત પહોંચી અને સમગ્ર મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. જોકે આ યુવતીની સગી બહેન પણ વિધર્મી યુવકનો ભોગ બની હોવાનું પણ સામે આવતા તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે.જેમાં સમગ્ર કિસ્સામાં અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી બે સગી બહેનો પૈકી એક બહેન લવ જેહાદનો ભોગ બની હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઈકબાલ અન્સારી નામના યુવકે યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું હોવાની ફરિયાદ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. યુવતીએ તેના પતિ ઈકબાલ અંસારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.ઈકબાલ મૂળ યુપીનો રહેવાસી છે અને સાત વર્ષ પહેલા અમદાવાદના ગોમતીપુરમાં સિલાઈ મશીનનું કામ કરતો હતો. કોમ્પ્યુટર ક્લાસમાં યુવક યુવતી સાથે અભ્યાસ કરતા હોવાથી બંને વચ્ચે પ્રેમ થયો હતો. જોકે યુવક યુવતી એકબીજાના પરિચિત હતા અને બંને હિન્દુ મુસ્લિમ હોવાનું પણ જાણતા હતા. બંને વચ્ચેના પ્રેમ સબંધને કારણે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને અમદાવાદથી મુંબઇ ભાગી ગયા.જોકે લગ્ન કરવાના ડોક્યુમેન્ટનું કહીને યુવકે યુવતી પાસે લગ્નની સાથે ધર્મ પરિવર્તનના ડોક્યુમેન્ટમાં પણ સહી કરાવી લીધી હતી જે મરાઠી ભાષામાં લખેલું હતું.પત્નીએ આક્ષેપ કર્યો છે કે યુવક યુવતીએ મુંબઈ બાદ યુવકના ઘરે ઉતરપ્રદેશના ખાતે રહેવા ગયા હતા. જ્યાં પતિ દ્વારા યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. યુવતી સાથે બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાનો આક્ષેપ પત્ની દ્વારા કરવામાં આવ્યો છે.પતિ તેના ઘરે યુવતીને સંપૂર્ણ રીતે મુસ્લિમ ધર્મ નિભાવવા બળજબરી કરતો હતો. યુવતી ફરીથી જતી રહે નહિ એટલે માટે તે યુવતીને તેના ઘરમાં બંધક બનાવી રાખતો હતો. જોકે મોકો જોતા યુવતીએ પોતાના ચશ્મા બનાવવા જવાનું કહી યુપી થી અમદાવાદ આવી પહોંચી હતી અને પોલીસનો સંપર્ક કરતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ભોગ બનનાર યુવતીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તેને સંતાનમાં બે બાળકો છે.જોકે હિન્દુ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે સાથો સાથે એવી વાત પણ સામે આવી છે કે ભોગ બનનારી યુવતીની સગી નાની બહેન સાથે પણ એક યુવકે આ પ્રકારની કૃત્ય આચર્યું છે જે મામલે પણ પોલીસ તપાસ કરી રહી છે કે શું યુવતી ની નાની બહેન પણ લવ જેહાદ નું ભોગ બની છે. હાલ તો ગોમતીપુર પોલીસે ઈકબાલ અન્સારીની અટકાયત કરીને ધરપકડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News