પાલનપુરમાં માાસૂમ બાળકીને ઉપાડી જઈને હત્યા કરવાને લઈ મામલો ખૂબ જ ચર્ચામાં રહ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-25 11:34:40
  • Views : 83
  • Modified Date : 2023-12-25 11:34:40

પાલનપુર શહેરમાં આવેલા બાવરી ડેરા વિસ્તારમાં એક બાળકીની લાશ મળી આવી હતી. બે વર્ષની બાળકીનો મૃતદેહ તેના ઘરથી થોડેક દૂર ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. જેને લઈ અપહરણ અને હત્યાને લઈ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. આ દરમિયાન સ્થાનિક મહિલાઓએ વિરોધ પ્રદર્શન વડે ઘટના અંગે આક્રોશ ઠાલવ્યો હતો. બીજી તરફ માસૂમની બાળકીના હત્યારાને શોધવા માટે પોલીસે દિવસ રાત એક કરી દીધી હતી.પોલીસે હત્યારાને તો શીધો નિકાળ્યો પરંતુ હવે ઘટનામાં હત્યા નહીં હોવાનું વાર્તા આરોપીએ પોલીસ સમક્ષ રિમાન્ડ દરમિયાન રજૂ કરી છે. તો વળી આરોપીનો ઈરાદો પણ બાળકીને અપહરણ કરવાનો નહોતો એવું રટણ રટ્યું છે.મીડિયા રિપોર્ટનુસાર આરોપી યુવક રવિ લક્ષ્મણભાઈ વઢીયાર બાળકીનું અપહરણ નહીં પરંતુ તેની માતાને મળવા માટે ગયો હતો. રવિ વઢીયાર રીક્ષા ચલાવીને ગુજરાન કરે છે. તે જ્યાં ઘટના સર્જાઈ એ જ વિસ્તારમાં સ્થાનિક રહે છે. એલસીબી અને સ્થાનિક પોલીસે મળીને રવિ વઢીયારને ઝડપી પાડ્યો હતો. રવિની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવામાં આવતા એક દિવસના રિમાન્ડ મળ્યા હતા.રિમાન્ડ દરમિયાન રવિ વઢીયારે કેટલાક ખુલાસા કર્યા હોવાનું મીડિયા રિપોર્ટનુસાર સામે આવ્યું છે. જે મુજબ રવિએ પોલીસ સમક્ષ રિમાન્ડ દરમિયાન બતાવ્યુ હતુ કે, તે નશો કરેલી હાલતમાં હતો એ સ્થિતિમાં જ તે મૃતક બાળકીના ઘરે પહોંચ્યો હતો. તે બાળકીની માતાને ખોટા ઈરાદાપૂર્વક જ મળવા પહોંચ્યો હતો. પરંતુ તેના ઘરમાં બાળકીની માતા ક્યાંય નજર આવી નહોતી.સાંજના સમયની આ ઘટના દરમિયાન ઓસરીમાં બાળકી સુતેલી જોઈને તે તેને ઉઠાવી ગયો હતો. બાળકીને અચાનક સુતેલી લઈને ભાગવા જતા તે રડવા લાગી હતી. આથી રવિએ તેનો હાથ બાળકીના મોંઢા પર દબાવી દીધો હતો. બાળકીને લઈ એક હાથે મોં દબાવી ભાગવા જતા તેને ઘરના ઉંબરાની ઠેસ વાગતા જ તેના હાથમાં રહેલી બાળકી નિચે પડી ગઈ હતી. આમ બાળકી જમીન પર પટકાવાને લઈ માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી.આમ ઈજા પહોંચતા બાળકીનું મૃત્યુ થતા બાળકીના મૃતદેહનો નિકાલ કરવા માટે તેણે આખરે ઝાડીઓમાં ફેંકી દેવા માટે નિર્ણય કર્યો હતો. એ મુજબ બાળકીની લાશને તેણે નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હતી. આરોપીની વાર્તાને લઈ હવે પોલીસે એ દિશામાં પણ તપાસ કરવાની શરુ કરી છે કે, તેની કહાનીમાં સત્યતા કેટલી છે.

Download Our B K News Today App



Related News