દાંતીવાડા ડેમનો ગેટ અધખુલ્લો રહી જવાનો મામલો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-01 15:27:25
  • Views : 75
  • Modified Date : 2023-12-01 15:27:25

દાંતીવાડા ડેમનો દરવાજો અધખુલ્લો રહી જવાને લઈ પાણી વેડફાટ થઈ રહ્યો છે. ડેમના પાણીમાં પણ છેલ્લા પાંચેક દિવસમાં ઘટાડો નોંધાયો છે. ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે કેનાલમાં પાણી છોડવા માટે દરવાજો ખોલવામાં આવ્યો હતો. જે દરવાજાને બંધ કરવા દરમિયાન લોખંડનો રોડ બેન્ડ થઈ જવા પામ્યો હતો. આમ ગેટ સંપૂર્ણ રીતે બંધ નહીં થતા ડેમનુ પાણી પ્રતિ સેકન્ડ 300 ક્યુસેક કરતા વધારે વહી જહી રહ્યુ છે. એટલે કે પ્રતિ કલાકે 30 કરોડ લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.આ માટે હવે મધ્ય પ્રદેશથી બોલાવવામાં આવેલ ટેકનીકલ ટીમ ડેમના ગેટનુ મરામત કરશે. આ માટે નિષ્ણાંત ટીમને બોલાવવા માટે તજવીજ હાથ ધરી છે અને જેના આવવા પર પાણીનો વેડફાટ અટકવાની આશાઓ બંધાયેલી છે. જોકે ગુરુવાર સુધી આ ટીમ દાંતીવાડા પહોંચી શકી નથી. આમ શુક્રવારે મરામતની કામગીરી નિષ્ણાંતો દ્વારા હાથ ધરાય એવી શક્યતાઓ જણાઈ રહી છે.

Download Our B K News Today App



Related News