બાજવામાં પૂરઝડપે દોડતી કાર વીજ થાંભલા સાથે અથડાતા દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-28 13:41:31
  • Views : 68
  • Modified Date : 2025-04-28 13:41:31

વડોદરા, બાજવામાં  પૂરઝડપે આવતી કાર વીજ થાંભલા સાથે અથડાતા થાંભલાને નુકસાન થયું હતું.  તેમજ એક બાળકને ઇજા પહોંચી હતી. જવાહર નગર પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાવપુરા ભદ્રકાળી માતા પોળમાં રહેતો ૨૧ વર્ષનો ધુ્રવ ઉપેન્દ્રકુમાર શાહ ગઇકાલે મોડીરાતે બાઇક પર જતો હતો. તે દરમિયાન રાતે પોણા એક વાગ્યે હરણી લેકઝોનની સામે  પાર્ક કરેલી બાઇકને ટક્કર વાગતા બાઇક પર બેઠેલા હેમલકુમાર તુલસીદાસ (રહે. સ્વામી વિવેકાનંદ હાઇટ્સ, લક્ષ્મીપુરા રોડ, ગોરવા) ફંગોળાઇને નીચે પટકાયા હતા. ધુ્રવને કપાળ, હાથ અને નાક પર તેમજ હેમલકુમારને  જમણા પગે ઇજા થઇ હતી. બંનેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બાજવા વિસ્તારમાં ગઇકાલે એક યુવક કાર લઇને નીકળ્યો હતો. રોડ પર ખાડા ખોદેલા  હોવાથી તે સાઇડ પરથી જવા નીકળતા કાર ધડાકાભેર વીજ થાંભલા સાથે અથડાઇ હતી. તેમજ  રોડની સાઇડ પર ઉભેલા બાળકને પગ પર  ઇજા પહોંચી હતી.

Download Our B K News Today App



Related News