મોપેડને ટક્કર મારી ભાગી ગયેલા કાર ચાલક પાસે લાયસન્સ જ નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-19 16:36:31
  • Views : 51
  • Modified Date : 2025-05-19 16:36:31

મકરપુરા ગામ સુથાર ફળિયામાં રહેતા કિંજલબેન કેયૂરભાઇ પટેલ નર્મદા ભવન ખાતે વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરે છે.ગત તા. ૧૬ મી એ  રાતે ૯ વાગ્યે કિંજલબેન અને તેમના સાસુ મોપેડ લઇને મકરપુરા હોસ્પિટલ ખાતે સંબંધીની ખબર પૂછવા માટે ગયા હતા. રાતે ૧૧ વાગ્યે તેઓ ઘરે પરત આવતા  હતા. માણેજા ક્રોસિંગ નજીક એક કાર ચાલક તેઓને ટક્કર મારીને ભાગી ગયો હતો. સાસુ અને વહુને  પગમાં ઇજાઓ થતા તેઓને  હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પી.આઇ. વી.એસ.પટેલે  આરોપીને ઝડપી પાડવા માટે અકસ્માતના સ્થળ તથા કાર ચાલક જે રસ્તે ભાગ્યો હતો. તે રોડ પરના સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી. ફૂટેજની ચકાસણી દરમિયાન  પોલીસને અમદાવાદ પાસિંગની એક કારનો નંબર મળ્યો હતો.  તે નંબરના આધારે પોલીસ કાર ચાલકનો રાતે સંપર્ક  કરતા તેણે કાર વેચી દીધી હોવાનું જણાવ્યું હતું. આ કારના ચાર માલિક બદલાયા હતા. તમામનો સંપર્ક કર્યા પછી પોલીસને હાલના કાર માલિકનું નામ, સરનામુ મળ્યા હતા. પોલીસે તેના ઘરે જઇને તપાસ કરતા કાર ચાલક અભિષેક દિનેશભાઇ ગોસ્વામી, ઉં.વ.૨૬  (રહે.પારસ નગર સોસાયટી, કોતર તલાવડી, અલવાનાકા, માંજલપુર) મળી આવ્યો હતો. બપોરે ૧૨ વાગ્યે પણ તે દારૃના નશામાં  હોવાનું જણાઇ આવતા પોલીસે તેના બ્લડ સેમ્પલ તપાસ માટે મોકલી આપ્યા હતા.  પોલીસની તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, અભિષેકના પિતાજી ગોસ્વામી ટ્રાન્સપોર્ટના નામે ક્રેઇનનો ધંધો કરે છે.

Download Our B K News Today App



Related News