ગુજરાતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારોએ વિધાનસભાના પરિણામ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-26 19:59:56
  • Views : 302
  • Modified Date : 2023-01-26 19:59:56

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના હારેલા ચાર ઉમેદવારો હર્ષદ રિબડીયા, લલિત કથગરા તેમજ રઘુ દેસાઈ અને હિતેશ વસાવાએ હાઈકોર્ટમાં અરજી કરી છે, તેમણે આક્ષેપ કર્યો છે કે, વિજેતા ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકારવામાં આવ્યાં છે. સોગંદનામાની વિગતોમાં ભૂલ તેમજ પરિણામોના સર્ટિફિકેટ સહિતના કારણો તેમણે અરજીમાં દર્શવી છે. અરજીમાં ચૂંટણીપંચ સહિત રિટર્નીગ ઓફિસરને પક્ષકાર બનાવાયા છે. વિજેતા ઉમેદવારોના ફોર્મમાં ભૂલ હોવા છતાં ફોર્મ સ્વીકાર્યા હોવાનો પણ તેમણે અરજીમાં આક્ષેપ કર્યો છે.

રઘુ દેસાઈએ ચૂંટણી અધિકારીના નિર્ણયને લઈ અરજીમાં દલીલ પણ કરી છે. રઘુ દેસાઈએ જણાવ્યું કે, પરિણામ બાદ અમને 58% મતદાનનું સર્ટિફિરેટ અપાયુ છે અને રાત્રે 10 વાગ્યે ચૂંટણી અધિકારીએ 64% મતદાન થયાનું જાહેર કર્યુ છે.


Download Our B K News Today App



Related News