બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભરડવા ગામે સરપંચની ચૂંટણી દરમિયાન ઉમેદવારે પોલીસ પ્રોટેક્શન ની માંગ કરી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-19 13:03:02
  • Views : 389
  • Modified Date : 2021-12-19 13:03:02

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભરડવા ગામે સરપંચની ચૂંટણી દરમિયાન ઉમેદવારે પોલીસ પ્રોટેક્શન ની માંગ કરી છે. હરીફ ઉમેદવાર તરફથી જીવનું જોખમ હોઇ ઉમેદવાર ક્રિષ્નાબેન રાજપૂતે ગ્રામજનો સાથે પોલીસ પ્રોટેક્શન માટે જિલ્લા કલેકટર અને એસ.પી ઓફિસમાં રજૂઆત કરી છે.

 

સરપંચની ચૂંટણીને આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઇગામ તાલુકાના ભરડવા ગામે ઉમેદવારો ચૂંટણી જીતવા માટે ધાક-ધમકી ના રસ્તાઓ અપનાવી રહ્યા છે. જેમાં સરપંચ ના ઉમેદવાર ક્રિષ્નાબેન રાજપુત ને પણ હરીફ ઉમેદવાર તરફથી ધાક-ધમકી આપી હિંસાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છેજેથી ક્રિષ્નાબેન રાજપુત ગ્રામજનો સાથે આજે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાની ઓફિસે પહોંચ્યા હતા જ્યાં તેમણે આવેદનપત્ર આપી પોલીસ પ્રોટેક્શન ની માંગ કરી છે સાથે તેમણે જણાવ્યું હતું કે અગાઉ તેમણે મામલે સુઈગામના પીએસઆઇ કિરણભાઈ સુથાર ને પણ રજૂઆત કરી હતી જોકે તેઓ સ્થાનિક હોવાથી કોઇ કાર્યવાહી કરતાં તેમની કામગીરી સામે પણ શંકા વ્યક્ત કરી હતી અને પી.એસ.આઇ ની બદલી કરવાની માંગ સાથે પોલીસ પ્રોટેક્શન આપવાની રજુઆત કરી હતી. સાથેજ ચૂંટણી દરમિયાન જો ગામમાં કોઈ પણ જાતની સાથે ખૂન ખરાબી થશે તો તેના માટે જવાબદાર પણ પોલીસ તંત્ર હશે તેવી લેખીત રજુઆત કરી હતી.

 

Download Our B K News Today App



Related News