બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના 33 ગામને જોડતી કેનાલનું કરોડના ખર્ચે લોકર્પણ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-02 12:58:42
  • Views : 255
  • Modified Date : 2022-02-02 12:58:42

 

બનાસકાંઠા જિલ્લો એ આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે પરંતુ ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વર્ષો થી પાણીની વિકટ સમસ્યા સર્જાતી હતી જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો બંજડ હાલતમાં જોવા મળતા હતા. જે બાદ ખેડૂતોની રજૂઆતના પગલે ગુજરાત સરકાર દ્વારા નર્મદા કેનાલની બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં સ્થાપના કરવામાં આવી હતી જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો હરિયાળા બન્યા છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના એવા અનેક વિસ્તારો હતા કે જ્યાં નર્મદાનું પાણી પહોંચતું ન હતું જેના કારણે શહેરી વિસ્તારના અનેક વિસ્તારોમાં રોજેરોજ પાણીની વિકટ સમસ્યા સમજાતી હતી ત્યારે આ સમસ્યાના નિકાલ માટે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના 30 ગામોને જોડતી કેનાલનું આગામી સમયમાં 103 કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર છે.જેની નર્મદા નિગમ વિભાગ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી દીધી છે.કરોડો ના ખર્ચે તૈયાર થનાર કેનાલ મારફતે માડકા બાંચ કેનાલથી 22 ગામ અને ઢીમા થી ગડસીસર કેનાલ મારફતે 11 ગામને પીવા માટે પાણી આપવામાં આવશે. નર્મદા વિભાગ દ્વારા નવી કેનાલ ની જાહેરાત કરવામાં આવતાં જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ સુઇગામ તાલુકાના 33 ગામના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

Download Our B K News Today App



Related News